જાનવી મહેતા અટલ બિહારી બાજપાઈ અવંતિકા નેશનલ એવોર્ડથી સન્માનિત

1069

ભાવેણાનું ઘરેણું એટલે જાનવી મહેતા કે જેમને યોગક્ષેત્રે ઉપરા ઉપરી સિધ્ધિઓ હાસલ કરી છે અને ભાવેણાનાં રાજવી નેક નામદારશ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલવાડનાં ભાવનગર રાજવી ની ઓળખને વિશ્વ નાં દેશમાં ફરી તાજી કરી ભાવનગરને ગૌરવ અપાવ્યું છે અને હવે આ જાનવી મહેતા દેશનું ગૌરવ બની છે અગાઉ આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે ૮-ગોલ્ડ, ૬-સિલ્વર, ૧-બ્રોન્ઝ મેડલ તેમજ રાષ્ટ્રીય ક્ષેત્રે ૭-ગોલ્ડ, ૩-સિલ્વર, ૭-બ્રોન્ઝ મેડલ યોગ ક્ષેત્રે મેળવેલ છે જાનવી મહેતાએ અત્યાર સુધીમાં ૧૮ થી વધુ ગોલ્ડ અને સિલ્વર, બ્રોન્ઝ સહીત અને ટ્રોફીઓ મેળવી છે

ગત તારીખ ૧૮-૧૧-૧૮માં રોજ દિલ્હીનાં ઇન્ડિયા ઇન્ટરનેશલ સેન્ટર ખાતે “અટલ બિહારી બાજપાય અવંતિકા નેશનલ એવોર્ડ-૨૦૧૮” થી જાનવી મહેતાને સન્માનિત કરવામાં આવેલ. જેમાં ડો.આંનદ અગ્રવાલ, કેન્દ્રીય મંત્રી ડો.હર્ષ વર્ધન, તેમજ ડો.એસ.કે.નંદા, અનીલ પ્રથમ, અને કર્નલ તેજન્દ્ર પાલ યાગી ખાસ આ પ્રંસગે ઉપસ્થિત રહ્યા હતા અને યોગ ક્ષેત્રે અનેકવાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર જાનવી મહેતાનું “અટલ બિહારી બાજપાય અવંતિકા નેશનલ એવોર્ડ-૨૦૧૮” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ, અને વધુ ગત તારીખ ૨૩-૧૧-૨૦૧૮નાં રોજ ૧૩મો નેશનલ યોગાસન સ્પોટ્‌ર્સ  ચેમ્પીયન શીપ-૨૦૧૮, જે ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય સ્તર ની નેશનલ યોગાસન સ્પર્ધા ગુજરાતમાં જાખણ લીમડી ખાતે યોજવામાં આવી હતી. જેમાં દેશ ૩૦૦ વધુ ખેલાડીઓ ભાગ લીધેલ હતો. જેમાં જેમાં જાનવી મહેતા પ્રથમ ક્રમે આવી ૧૩મો નેશનલ યોગાસન સ્પોટ્‌ર્સ ચેમ્પીયનશીપ-૨૦૧૮માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા દિલ્હી ખાતે સન્માનને સાર્થક કર્યું હતું.

યોગમાં શરીરને ગમે તેમ મરોડી શકતી જાનવી મહેતાએ ફરી એક્રવાર આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધી હાંસલ કરીને ભાવનગરની સાથે સાથે દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. જાનવી મહેતાએ અગાઉ વજ્ર વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે. આ ઉપરાંત તાજેતરમાં મલેશિયા ખાતે યોજાયેલ ઈન્ટર નેશનલ યોગ કોમ્પીટીશનમાં પણ ૨ ગોલ્ડ મેડલ મેળવીને વિશ્વ ફલક પર ભારતને સિદ્ધી અપાવી હતી. નાજુક નમણી આ ગુજ્જુ યુવતિ યોગમાં ફરી એક્રવાર આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધી હાંસલ કરી મેળવ્યું વર્લ્ડ રેકોર્ડમાં હરિયાણા ખાતે સ્થાન મેળવ્યું. હરિયાણા ખાતે આયોજીત ઇન્ટરનેશનલ યોગ સ્પોટ્‌ર્સ કપ-૨૦૧૮ કે જે  ગત તારીખ ૨ થી ૪ નવેમ્બર દરમિયાન કરનાલ ખાતે આયોજન થયુ હતું. જેમાં ૧૨ જેટલા દેશોએ ભાગ લીધો હતો અને ૩૦૦ થી વધુ ખેલાડીઓ એ પણ ભાગ લીધો હતો. અને આ ચેમ્પીયનશીપમાં ભાવનગરની દીકરી જાનવી મહેતાએ પણ ભાગ લીધો હતો. અને તેમના વય જૂથમાંથી પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ મેલવ્યો અને ઓવરઓલ ચેમ્પિયનમાં પણ પ્રથમ રનર્સ અપ-૨૦૧૮ રહી. આ સિધ્ધિને ધ્યાનમાં લઇ આપણા ભાવેણનું ઘરેણું એવી જાનવી મહેતાને યોગ સપોર્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં મુખ્ય મહેમાનપદે કરન દેવ કમ્બોજ (ફૂડ અને સપ્લાય મીનીસ્ટર ઓફ હરિયાણા) અને એસોસીએશનનાં પ્રેસિડેન્ટ યુગલ બંસલ અને જનરલ સેક્રેટરી નીરજકુમાર સોધી એ ૧૧,૦૦૦/- કેશ પ્રાઈઝ, તેમજ ગોલ્ડ મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરી હતી.

Previous articleબેંકોમાં હવે આરબીઆઈ ૧.૬ લાખ કરોડ ઠાલવશે
Next articleરજી ડિસેમ્બરથી પોલીસ બંદોબસ્ત સાથે દબાણની કામગીરી શરૂ કરાશે