આસોદર, મતિરાળા પ્રા.આ. કેન્દ્રમાં શાળા આરોગ્ય તપાસણીનો પ્રારંભ

1191

આર.બી.એસ.કે. ટીમ દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંડો.હીતેશ.પરમાર અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એચ. એફ. પટેલ, એ.ડી.એચ.ઓ. ડૉ. જે. એચ. પટેલ, આર. સી. એચ. ઓ. ડૉ. આર. કે. જાટના માર્ગ દર્શન તથા લાઠી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ આર આર મકવાણાના નેતૃત્વ હેઠળ આંસોદર અને માલવીયા પીપરિયા મા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની ઉજવણી  સરકારી પ્રાથમિક શાળાઓમા સરપંચ ઘનશ્યામ ભાઈ આંસોદર અને ઉપ સરપંચ રમેશભાઈ જોધાણી મા. પીપરિયા તથા સામાજિક અગ્રણીની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્યની સાથે ઉદ્ઘાટન કરેલ છે.

જેમાં  આર. બી. એસ. કે. મેડીકલ ઓફિસર ડૉ. હરિવદન પરમાર , ડૉ. ચાંદનીબેન સોલંકી દ્વારા ઑડિયો વીડિયોના માધ્યમ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ છે, તેમજ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, તેમજ આંસોદર પ્રા. શાળામા “બાલ ડોક્ટર”ની નિમણુંક કરી નોડલ આરોગ્ય શિક્ષકને ફર્સ્ટ એઈડ કીટ અને દવાઓ આપેલ છે, પ્રા. આ. કેન્દ્ર ના તમામ આરોગ્ય કર્મચારી, આશા બહેનો દ્વારા વૃક્ષારોપણ તથા સ્વછતાની કામગીરી  કરેલ છે.

Previous articleમહુવા બસ સ્ટેન્ડથી ઉમણીયાવદરના સાંકડા રસ્તાથી વાહન ચાલકો પરેશાન
Next articleબાલકૃષ્ણ સાહિત્ય સભા દ્વારા કવિ રમેશ પારેખનો જન્મદિન ઉજવાયો