લાઠી શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો થયેલો પ્રારંભ

749

અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એચ. એફ. પટેલ, એ. ડી. એચ. ઓ. ડૉ. જે. એચ. પટેલ, આર. સી. એચ. ઓ. ડૉ. આર. કે. જાટના માર્ગ દર્શન તથા લાઠી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ આર આર મકવાણાના નેતૃત્વ હેઠળ લાઠી શહેરમા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની ઉજવણી મહાવીર નગર સરકારી પ્રાથમિક શાળામા લાઠી તાલુકા પ્રાંત અધિકારી અન્સારી, લાઠી તાલુકા વિકાસ અધિકારી, આઈ. સી. ડી. એસ. મીનાક્ષીબેન, તથા સામાજિક અગ્રણીની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્યની સાથે ઉદ્ઘાટન કરેલ છે.

જેમાં અર્બન હેલ્થ સેન્ટરના તમામ આરોગ્ય કર્મચારી, આશા બહેનો દ્વારા કામગીરીની શરૂઆત કરેલ છે, તથા આર. બી. એસ. કે. મેડીકલ ઓફિસર ડૉ. હસમુખ સોલંકી , ડૉ. રૂપાબેન પટેલ  દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ છે, તેમજ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.

Previous articleરાજુલાના છતડીયા ગામે રહેતો યુવાન તુલસીશ્યામ કુંડમાં ડુબ્યો
Next articleધંધુકામા શાળા આરોગ્ય કાર્યક્રમ દ્વારા બાળકોની તપાસ શરૂ કરાઈ