જિલ્લાની ૭ બેઠક માટે અંતિમ દિવસે ૮૮ ફોર્મ ભરાયા

1767
bvn22112017-11.jpg

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની તા.૯ ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે ભાવનગર જિલ્લાની ૭ બેઠકો પર કુલ ૮૮ ફોર્મ ભરાયા હતા. જ્યારે અગાઉ ગઈકાલ સુધીમાં ૩પ ફોર્મ ભરાયા હતા. આમ, ભાવનગરની ૭ બેઠકો માટે કુલ ૩૯૧ ફોર્મનો ઉપાડ થયેલો જેની સામે ૧ર૩ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ આજે અંતિમ દિવસે ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ર૦ ઉમેદવારી પત્રો ભરાયા હતા. 
ભાવનગર જિલ્લાની ૭ બેઠકો માટે યોજાનાર ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે ભારે ધસારો જોવા મળ્યો હતો. આજે મોટાભાગની બાકી રહેલી બેઠકો પર ભાજપ-કોંગ્રેસ સહિત વિવિધ પક્ષના તેમજ અપક્ષ ઉમેદવારોએ વિધિવત રીતે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. ભાવનગર જિલ્લાની મહુવા બેઠક માટે આજે કોંગ્રેસના વિજય બારૈયા અને રણુભાઈ બારૈયાએ તેમજ ભારત નવનિર્માણ મંચના વર્ષાબેન જોળીયા, ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના પ્રતાપભાઈ ગોહિલ, ગુજરાત જનચેતના પાર્ટીના ચંદુભાઈ ભાલીયા તેમજ બિપીનભાઈ સંઘવી, જસુભાઈ ડાભી અને તેજાભાઈ સરવૈયાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે તળાજા બેઠક માટે ભાજપમાંથી ગૌતમભાઈ ચૌહાણ અને બટુકરાય ધાંધલ્યાએ ફોર્મ ભર્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી કનુભાઈ બારૈયા તેમજ દિગ્વિજયસિંહ ગોહિલે તેમજ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના કિશોર વાઘેલા, નિમેષ ગોહિલ, જ્યારે ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન પાર્ટીમાંથી રમેશ કાગડા, ગુજરાત જનચેતના પાર્ટીમાંથી છગનભાઈ ભીલ તેમજ કિર્તીદેવસિંહ સરવૈયા, હર્ષદભાઈ ચૌહાણ, હરેશ વેગડ, સુરેશ બારૈયા, શાંતિભાઈ બાંભણીયા, હરેશ મેર તેમજ મનસુખભાઈ બારૈયાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠક માટે આજે કોંગ્રેસના પી.એમ. ખેની, ગોવિંદભાઈ મોરડીયા તેમજ ભાજપના કેશુ નાકરાણી, વી.ડી. સોરઠીયા, ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ગભાભાઈ ડાભી, બહુજન સમાજ પાર્ટીના ધીરૂભાઈ કંટારીયા, ગુજરાત જનચેતના પાર્ટીમાંથી મનુભાઈ ચાવડા, એનસીપી જીતેન્દ્રભાઈ ખુમાણ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીમાંથી કલ્પેશ પરમાર, યુવા સરકારમાંથી અશોકગીરી ગોસાઈ તેમજ અપક્ષમાંથી અમીતપરી ગોસાઈ અને બાબુભાઈ સરવૈયાએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. 
પાલીતાણા બેઠકમાંથી ભાજપમાંથી ભીખાભાઈ બારૈયા તથા ઘનશ્યામભાઈ સિહોરા, જ્યારે ગુજરાત જનચેતના પાર્ટીમાંથી પ્રવિણભાઈ ગઢવી, ભાવેશભાઈ ડાભી, ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીમાંથી ભરતભાઈ રાઠોડ, લોકશાહી સત્તા પાર્ટીમાંથી રાકેશ પગી, બહુજન સમાજ પાર્ટીમાંથી મહેશ મેવાડા જ્યારે લલ્લુભાઈ ડાખરા, અસીમ ખદરાણી, ઈકબાલ સૈયદ, નરશી ચૌહાણ અને જીવરાજ મકવાણાએ ફોર્મ ભર્યા હતા. ભાવનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસમાંથી કાંતિભાઈ ચૌહાણ, મહાવીરસિંહ ગોહિલ તેમજ ભાજપમાંથી પરશોત્તમ સોલંકી, ચીથરભાઈ પરમાર, બહુજન સમાજ પાર્ટીમાંથી દિગ્વિજયસિંહ ગોહિલ, લોકશાહી સત્તા પાર્ટીમાંથી નરેન્દ્રભાઈ ગોહિલ તેમજ અપક્ષમાંથી હેમંતસિંહ ગોહિલ, અશોકસિંહ ગોહિલ, દિલાવરસિંહ ગોહિલ, પ્રવિણસિંહ ગોહિલ અને વિનોદભાઈ સાખલીયાએ ફોર્મ ભર્યા હતા.
ભાવનગર પૂર્વ બેઠકમાંથી આજે કોંગ્રેસમાંથી નીતાબેન રાઠોડ, વીપીપીમાંથી સુરેશ ચૌહાણ, ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાનમાંથી ગીતાબેન પોંદા તેમજ અપક્ષમાંથી નીતિન ભટ્ટ, જસુબેન બારૈયા, કૈલાસબેન સોલંકી, ઉસ્માનભાઈ સોલંકી, રસીદખાન પઠાણ, વિજય નૈયા અને સલીમ મહેતરે ફોર્મ ભર્યા હતા.
 જ્યારે ભાવનગર પશ્ચિમમાંથી આજે સૌથી વધુ ર૦ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપમાં જીતુભાઈ વાઘાણી, હરેશભાઈ મકવાણા, જ્યારે કોંગ્રેસમાંથી દિલીપસિંહ ગોહિલ, પ્રવિણસિંહ ગોહિલ તેમજ અઅકભાઈ મેણીયા તેમજ આમ આદમી પાર્ટીમાંથી પ્રતાપભાઈ પટેલ, રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીમાંથી નાથાભાઈ વેગડ, બહુજન સમાજમાંથી દિનેશ રાઠોડ, શિવસેનામાંથી સંજય મકવાણા તેમજ અપક્ષ તરીકે લાખાભાઈ સરવૈયા, રવજીભાઈ બારૈયા, નીતાબેન ચૌહાણ, સાદીક ગોરી, નરેશ ધારૈયા, પંકજ સાંડીસ, ફીરોજ ખટુંબરા, મયુદ્દીન દલ, વજીરખાન પઠાણ, જયંતિભાઈ જોગદીયા તેમજ મુકેશભાઈ ચૌહાણે ઉમેદવારી પત્રો ભર્યા હતા. આમ, ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે આજના દિવસે ૮૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

Previous articleજીતુ વાઘાણી અને પરશોત્તમ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યા
Next articleગુજરાત : જાદુગરોની ૩૬ ટીમ ચૂંટણી પ્રચારમાં સક્રિય દેખાશે