લક્ષ્મી યાદવની ઈન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશીપ માટે થયેલી પસંદગી

988

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં એસવાય બીબીએમાં અભ્યાસ કરતી કું.લક્ષ્મી યાદવે તાજેતરમાં લાઈફ મીશન દ્વારા આયોજીત નેશનલ યોગ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો.

લાઈફ મીશન દ્વારા આયોજીત નેશનલ યોગ ચેમ્પિયનશીપનું આયોજન ઝાખંડ (લીંબડી) ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની ટીમમાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની કુ.લક્ષ્મી યાદવની પસંદગી કરવામાં આવી હતી. આ નેશનલ યોગ ચેમ્પિયનશીપમાં કુ.લક્ષ્મી યાદવે યોગના તમામ ફોરમેટમાં ઉત્કર્ષ પ્રદર્શન કરી મિસ યોગીની ઈન્ડિયાનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. આ નેશનલ યોગ ચેમ્પિયનનો સમાપન કાર્યક્રમ ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, લકુલેશા યોગ યુનિ.ના કુલપતિ ડો.સી.બી. ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં કુ.લક્ષ્મી યાદવને મિસ યોગીની ઈન્ડિયાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ઈન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશીપ માટે પસંદગી કરવામાં આવેલ.

કુ.લક્ષ્મી યાદવની આ સિધ્ધિ બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleચિત્રા-ફુલસરમાં પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત
Next articleસલમાન આમંત્રણ છતાં પ્રિયંકા ચોપડાના લગ્નમાં ગેરહાજર રહેશે