ભાવનગર મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટી બેડક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ પદે મળેલ બેઠકમાં કમિ. ગાંધી, નાય. ગોવાણી વિગેરે હાજર રહેલ. આ બેઠક સવા બે કલાક ચાલી હતી, જેમાં એક દરખાસ્ત પરત કરતા ર૮ દરખાસ્તો ચર્ચા વિચારણાના અંતે પાસ કરી હતી.
કારોબારી બેઠકની શરૂઆતમાં દબાણો, પાણીના પાઉચો, પાણી ટેન્કરો, પ્લાસ્ટિક ઝબલા મુદ્દે પ્રશ્નોતરી જેવા સભ્યોએ તંત્રને સવાલો પુછયા હતા, જેમાં તંત્ર દ્વારા તા.રજી ડિસેમ્બરથી પોલીસ બંદોબસ્ત મળેથી દબાણોની કામગીરી શરૂ કરાયાની વાત કેવાય હતી. કારોબારી કમિટીના સભ્યો અભયસિંહ ચૌહાણ, ધીરૂભાઈ ધામેલીયા, અનિલ ડાભી, કુમાર શાહ, રાજુભાઈ પંડયા, અલ્પેશ વોરા વિગેરેએ મહતવના સવાલો પુછયા હતા. બેઠકમાં એક કોર્પોરેટરે ૧પ દિવસમાં ૭૦ ટેન્કરો મંગાવ્યા આની વિગતો મંગાય હતી. ધીરૂભાઈ ધામેલીયાએ ૮૦ લાખનું સ્વીપર મશીન મુદ્દે વાત કરતા કહ્યુ હતુ કે, આ મશીન એક ફુટનું જ કામ કરે છે, મે જાતે તપાસ કરી છે, બરોડા જેવુ મશીન લાવો, ચેરમેન યુવરાજસિંહે જવાબ દેતા કહ્યુ કે, આ મશીન ફકત ટ્રાઈલ પુરતુ જ લવાયું છે. ધીરૂભાઈએ ગંગાજળીયા તળાવની કામગીરી કેટલી થઈ તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો, તંત્રે ૪પ ટકા કામ થયાની વાત કિધી હતી.
કુમાર શાહે ચોકીદારનો પ્રશ્ન ઉઠાવ્યો હતો, રાજુ પંડયાએ પીલગાર્ડન બગીચા મુદ્દે ચિંતા વ્યકત કરી હતી. કમિ. ગાંધીએ ૯પ પછીની ટીપી સ્કીમની વિગત આપી હતી. અભયસિંહ ચૌહાણે એક ઠરાવમાં સવા પાંચ લાખ રૂપિયાના લંબસમ હિસાબનો સચોટ મુદ્દો ઉઠાંવતા આ ઠરાવ ચેરમેને પરત મોકલવા જણાવેલ. તેમણે રેલ્વેનો કોઈ ટેકસ બાકી છે તેવો મુદ્દો ઉઠાંવ્યો, તંત્રે ૮ થી સાડા આઠ કરોડ જેવી રકમ બાકીની વિગત આપી હતી.
અભયસિંહે તંત્ર દ્વારા બનાવાતા ટેન્ડરો અભ્યાસ કરીને બનાવો છો કે, નહી તેવો પ્રશ્ન ઉઠાવી તંતર પાસેથી જવાબ માંગ્યો હતો. અનિલ ત્રિવેદીએ પણ કેટલાંક પ્રશ્નો પૂછયા હતા અને જવાબ સામે કહ્યુ હતુ કે, આ તો શરમનજક કેવાય. અભયસિંહ ચૌહાણે યોગીનગર વિગેરે વિસ્તાર માટે પાણી ટાંકી પુરા પ્રેશરથી પાણી અપાશે ખરૂની વાત કેવાય હતી. બેઠકમાં સભ્યોએ અનેકવિધ પ્રશ્નો ઉભા કરી તંત્રને ભીડવવા પ્રયાસો કર્યા હતા, જો કે, આજની બેઠક માતર રજુઆત અને તે પણ હળવી રજુઆત જેવી છાપ ઉપસી હતી. અધ્યક્ષ સ્થાનેથી મુખ્યમંત્રી સડક યોજનાનો ઠરાવ લેવાયો હતો.