ભાવનગરમાં થયેલ ચોરી, લૂંટના બનાવોના ભેદ ઉકેલવા પોલીસ દ્વારા શરૂ કરાયેલ કવાયત દરમ્યાન એલસીબીની ટીમ ગઈકાલે જવેલ્સ સૂકલથી પાણીની ટાંકી તરફના રસ્તા પર વિવિધ ટીમો દ્વારા વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન શંકાસ્પદ હાલતે બાઈક લઈને નિકળેલા બે શખ્સોને અટકાવી તલાસી લેતા તેની પાસેથી રોકડ રકમ તથા મોબાઈલ, લેપટોપ સહિતની ચીજવસ્તુઓ મળતા અટકાયત કરી પુછપરછ કરતા વિવિધ સ્થળોએ ચોરી કર્યાની કુલબાત આપતા પપ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે બન્ની રૂા. ૮.૩ર લાખની રોકડ તથા મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
વાહન ચેકીંગ દરમ્યાન ઝડપાયેલ શખ્સો સજ્જાદ મહંમદભાઈ પઠાણ (ઉ.વ.ર૮) શેરી નં. ૦૦, મોતી તળાવ તથા શિવાલ ઉર્ફે બુધો ધીરૂભાઈ વડગામ (ઉ.વ.ર૬ા રહે. જુના ત્રણ માળીયા બ્લોક નં. ૧ર/ રરપ૬, ભરતનગરવાળા પૈકી સજ્જાદ પાસેથી પ,૯૬,૪૦૦ની રોકડ, ૩ લેપટોપ, ૧ એલઈડી ટીવી, હિરોહોન્ડા બાઈક, મોબાઈલ સહિત મુદ્દામાલ મળી આવેલ જયારે શિવાલ ઉર્ફે બુધા પાસેથી રોકડ રૂા. ૧,૦૮ લાખ, ૩ કાંડા ઘડિયાળ, અલગ-અલગ સીક્કા, મોટર સાયકલ, ચોરી કરવાનો સામાન હથોડી, ગણશીયા, પેચીયુ સહિત મળી આવેલ આમ બન્ને પાસેથી કુલ રૂા. ૮,૩ર,૩૦૦નો રોકડ સહિત મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ.
બન્ને ઈસમોની પુછપરછ કરતા તેમના અન્ય સાથીદારો રમજાન રહીમભાઈ કુરેશી – બોટાદ, રીયઝા ઉર્ફે પપ્પી – બોટાદ, રીયાઝ રસુલભાઈ સીપાહી – ભાવનગર, ફરહાજ ઉર્ફે ભયુક ફિરોજભાઈ – ભાવનગર, એહશાનશા ઉર્ફે અમીત ઉર્ફે સાહિલ શબ્બીર દિવાન ફકીર- રાણપુર, ઈલીયાસ ફીરોજભાઈ વડીયા – રાણપુર સહિતે ભાવનગર રાજકોટ, બોટાદ, ગારિયધારમાં અલગ-અલગ રીતે પપ જેટલી ચોરીઓ કર્યાની કબુલાત આપેલ. જેમાં ચોરીનો મુદ્દામાલ ગફાર જસુબભાઈ ચોકસી રહે કડી. મહેસાણા વાળાને વેચ્યો હોવાનું જણાવતા પોલીસે ૬ સાથીદારો સહિત ચોરીનો માલ લેનાર ગફાર સામે ગુનો નોંધી વધુ તપાસ માટે નિલમબાગ પો.સ્ટે.માં સોંપી આપેલ. આ કામગીરીમાં એલસીબી પી.આઈ. મિશ્રા, પીએસઆઈ જાડેજા, સ્ટાફના પરાક્રમસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા, કલ્યાણસિંહ જાડેજા, ચંદ્રસિંહ વાળા, વિઠ્ઠલભાઈ બારૈયા, રાજેન્દ્રસિંહ સરવૈયા, અરવિંદભાઈ પરમાર, ઈમ્તિયાઝ પઠાણ, શક્તિસિંહ, જયદિપસિંહ તરૂણભાઈ, નિલમબાગ પો.સ્ટે.ના પીએસઆઈ રહેવર, સ્ટાફના ઘનશ્યામભાઈ અર્જુનસિંહ વિગેરે જોડાયા હતાં.