ચોકીદારની હત્યા, લૂંટમાં ઝડપાયેલ ધવલ સોલંકી ૮ દિવસ રીમાન્ડ પર

1321

ભાવનગરના જાણીતા મહિલા તબીબ માલતીબેન મહેતાના નિવાસે ચોકીદારની હત્યા કરી તિજોરી, કાર સહિત ૬પ લાખની લૂંટના બનાવમાં ઝડપાયેલ ધવલ શંકરભાઈ સોલંકીને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૮ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

હત્યા, લૂંટના ગુનામાં ઝડપાયેલ ધવલે તેની સાથે અન્ય પાંચ શખ્સોના પણ પોલીસને નામ આપ્યા છે જેની અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ છે ત્યારે આજે ધવલને કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજૂ કરાતા કોર્ટે આઠ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

પોલીસે આજે આરોપી ધવલ શંકરભાઈ સોલંકીના ફુલસર સ્થિત નિવાસે તપાસ કરતા તેના ઘરમાંથી રોકડ રૂા.૩૪ હજાર મળી આવતા કબ્જે લીધા હતા. જ્યારે અન્ય આરોપીઓ વિશે પણ તેની પૂછપરછ કરાઈ રહી છે અને પોલીસ દ્વારા બાકીનો મુદ્દામાલ તથા આરોપીઓને ઝડપી લેવા ઠેર-ઠેર તપાસ ચલાવાઈ રહી છે.

Previous articleહીમાલીયા મોલ પાર્કીંગમાં લેવાતો ચાર્જ બંધ કરાયો
Next articleસગીરા ઉપર દુષ્કર્મ આચરનાર રોજીદ ગામના સ્વામીનારાયણ સાધુની પોલીસ દ્વારા ધરપકડ