સલમાન આમંત્રણ છતાં પ્રિયંકા ચોપડાના લગ્નમાં ગેરહાજર રહેશે

1399

હજી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના સમાચાર તાજા છે ત્યાં છે ત્યાં પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નની તૈયારીના ન્યૂઝ આવવાના શરૂ થઈ ગયા છે. ગઈ કાલે પ્રિયંકાના ઘરે ગણેશ પૂજા પછી પ્રિયંકા અને નિકનો પરિવાર લગ્ન માટે જોધપુર સુધી પહોંચવા મુંબઈથી જયપુરની ચાર્ટડ ફ્લાઇટમાં રવાના થઈ જોધપુર પહોંચી ગયો છે.

પ્રિયંકા ચોપડા ભલે વિદેશી મુરતિયા સાથે લગ્ન કરવાની હોય પણ તેના એમાં તમામ ભારતીય રિવાજો અને પરંપરાઓનું પાલન કરવામાં આવશે. આ લગ્ન અને રિસેપ્શનમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે મળતી ચોંકાવનારી માહિતી પ્રમાણે પ્રિયંકાના લગ્ન માટે સલમાન ખાનને આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં તે આ લગ્નમાં હાજરી નહીં આપે. હાલમાં જ ફિલ્મ ’ભારત’ને લઈને બન્નેની વચ્ચે વિવાદ થયો, જ્યારે શૂટિંગથી કેટલાક સમય પહેલા પ્રિયંકાએ આ ફિલ્મમાં કામ કરવાથી ઈન્કાર કર્યો હતો. સલમાને હવે પ્રિયંકાના લગ્નમાં હાજરી ન આપવાનો નિર્ણય કરીને પોતાની દુશ્મની કાઢી હોય એમ લાગે છે.

Previous articleલક્ષ્મી યાદવની ઈન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશીપ માટે થયેલી પસંદગી
Next articleમીસ વર્લ્ડ માનુષીની પ્રથમ ફિલ્મને લઇને ઉત્સુકતા છે