મોખરાની અભિનેત્રી અનુષ્કા શર્માએ કહ્યું હતું કે કેટરિના કૈફમાં જરાય દેખાડા વૃત્તિ કે દંભ હોતાં નથી. એની સાથે કામ કરવામાં મને ઘણી મજા આવી.
સુપર સ્ટાર શાહરુખ ખાનને ટેક્નોલોજીની મદદથી વહેંતિયા તરીકે રજૂ કરતી ડાયરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોમાં આ બંનેએ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં અનુષ્કાએ સેરેબ્રિલ પાલ્સીનો શિકાર બનેલી આફિયાનો રોલ કર્યો છે. (સેરેબ્રલ પાલ્સી મગજનો એક રોગ છે જેમાં શરીર નિષ્ક્રીય જેવું થઇ જાય છે, વ્યક્તિનો પોતાના સ્નાયુઓ પર પણ કાબુ રહેતો નથી). અનુષ્કાએ કહ્યું કે આ પાત્ર ભજવવાનું મારા માટે ચેલેંજિંગ હતું.