ચૂંટણીમાં VVPAT મામલે વિવાદ થાય તો તેને પડકારી શકાય છે : સુપ્રીમ કોર્ટ

662
guj22112017-8.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુપ્રીમ કોર્ટે વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઈલ (ફફઁછ્‌) મશીનમાંથી મતની ગણતરીનો ઈનકાર કરવાની રિટર્નિંગ ઓફિસરની વિવેકાધીન સત્તાને પડકારતી અરજી પર કોઈ આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે અત્યારથી એટલે કે એડવાન્સમાં કોઈ ચુકાદો ન આપી શકાય. ચૂંટણી પછી આ મામલે કોઈ વિવાદ થાય તો પોલ પિટીશન દ્વારા તેને પડકારી તો શકાય જ છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની બેન્ચે ’ગુજરાત જન ચેતના પાર્ટી’ના પ્રમુખની દલીલ સાથે સંમત થવાનો ઈનકાર કરી દીધો હતો.
અરજદાર મનુભાઈ ચાવડા વતી હાજર રહેલા એડવોકેટ દેવદત્ત કામતે ચૂંટણી નિયમ ધારા ૧૯૬૧ના નિયમ ૫૬-ડી-૨નો વિરોધ કર્યો હતો. આ નિયમ અંતર્ગત રિટર્નિંગ ઓફિસર વીવીપીએટીની ગણતરીનો ઈનકાર કરવાની પણ સત્તા ધરાવે છે. પરંતુ વિવાદ થાય તો તેને પડકારી શકાતો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિવાદ થાય તો તેને ચોક્કસ પડકારી શકાય છે.

Previous articleગુજરાત : જાદુગરોની ૩૬ ટીમ ચૂંટણી પ્રચારમાં સક્રિય દેખાશે
Next articleઠંડીમાં ઠુંઠવાતા સૌરાષ્ટ્ર-કચ્છઃ નલીયા ૯.૮ ડિગ્રી