ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી જયારે પણ મેદાનમાં ઉતરે છે ત્યારે તેઓના નામે કોઈને કોઈ રેકોર્ડ બનતો હોય છે. આગામી ૬ ડિસેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની શ્રેણીની શરૂઆત થઇ રહી છે, ત્યારે આ સિરીઝમાં પણ કોહલી એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં કેપ્ટન કોહલી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો એક રેકોર્ડ તોડી પોતાના નામે કરી શકે છે. હકીકતમાં, સચિન તેંડુલકરે પોતાના કેરિયર દરમિયાન ઓસ્ટ્રેલિયાની ધરતી પર કાંગારું ટીમ સામે કુલ ૬ સદી ફટકારી છે, જયારે વિરાટ કોહલી અત્યારસુધીમાં ૫ સદી ફટકારી ચુક્યો છે.
આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં વિરાટ કોહલી વધુ ૨ સદી ફટકારવાની સાથે જ આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. વિરાટ કોહલીએ અત્યારસુધીમાં ઓસ્ટ્રેલિયા સામે રમેલી કુલ ૮ ટેસ્ટમાં ૬૨ના શાનદાર એવરેજથી ૯૯૨ રન બનાવી ચુક્યો છે.