બીબીઍ કૉલેજના વિદ્યાર્થીઓ આણંદની આર્કોગુલ પ્રા.લીની ઔધોગિક મુલાકાતે

578

ગાંધીનગરની કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બિજનેસ એડમિનિસ્ટ્રેશન(બીબીએ) કૉલેજ વિદ્યાર્થીઓ નાં સર્વાંગી ઘડતરમાં અનેકવીધ પ્રવૃતિઓ દ્વારા અમૂલ્ય યોગદાન આપતી રહી છે. આજે દેશ – વિદેશમાં બીબીઍ કૉલેજ ગાંધીનગર નાં વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ક્ષેત્રે મહત્વપૂર્ણ  પદ પર કાર્યરત રહી પોતાની સેવા આપી રહ્યા છે.અને ઍજ પરંપરા ને આગળ વધારતા અભ્યાસનાં ભાગ રૂપે તેમજ સાંપ્રત સમય માં ઔધોગીક ક્ષેત્ર માં ચાલતા વ્યહવારીક જ્ઞાનને પ્રત્યક્ષ રીતે સમજવા માટે આજ રોજ ૧૭૮ વિદ્યાર્થીઓ ઍ  ત્રણ દિવસ અલગ અલગ બેચ મુજબ પ્રતિષ્ઠિત આર્કોગુલ કંપની ની મુલાકાત લીધી હતી.

કંપની ની સ્થાપના ૧૯૬૯ માં રવજીભાઈ નામના શ્રેષ્ઠી દ્વારા સહકારી મંડળી ના સ્વરૂપમાં કરવા માં આવી હતી. જે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ સાથે સંકળાઈ ને સ્થાપવા માં આવી હતી. ત્યારબાદ ૧૯૯૨ માં સહકારી મંડળી માંથી લીમીટેડ કંપની માં ફેરવવા માં આવી. હાલ વિપુલભાઇ કંપનના ચેરમેન તરીકે તેમની સેવાઓ આપી રહ્યા છે.

કંપની ફર્ટીલાઈઝરનું ઉત્પાદન તેમજ વિતરણ કરે છે. કપની સીધી મુખ્ય વિતર્કો ને સપ્લાયનું કાર્ય કરે છે. તેમજ ખાદ્યતેલ ના પેકેજીંગ નું કાર્ય કરે છે. જેમાં મગફળી, કપાસિયા, મકાઈ, સન ફ્‌લાવર  જેવા ખાદ્યતેલ નો સમવેશ થાય છે. ત્રણ જીલ્લાના મધ્યાહન ભોજન યોજના માટે કંપની ખાદ્ય તેલ નું વિતરણ કરે છે. તેમજ ૮ જીલ્લા માં સ્પલાય નું કાર્ય કરી રહી છે. સાથે સાથે કંપની એકદિવસ માં ૮૦ મેટ્રિક ટન સુધી પેકેજીંગ ની ક્ષમતા ધરાવે છે. હાલ કંપની ૭૯ એકર માં ફેલાયેલી છે. તેમજ કંપની ના ૨૨ ગોડાઉન વિવિધ સંસ્થાઓ કે કંપની ને લીઝ પર આપેલ છે. સુમુલ ડેરી તેમજ સુરત જીલ્લા સંઘ ને પણ કંપની સપ્લાય કરે છે. કંપની ડીલર્સ પાસે થી ૭૫ ટકા ઓડર્સ આગાઉ થી મેળવી સપ્લાય નું તમામ મેનેજમેન્ટ  કરે છે. નામના શ્રેષ્ઠી દ્વારા કરવામાં અવી હતી. હાલ કંપનીના ચેરમેન તરીકે હસમુખભાઈ કાર્યરત છે. કંપની ની તમામ માહિતી વિદ્યાર્થીઓને હર્ષદભાઈ અને અંકીતભાઈ દ્વારા આપવા માં આવી હતી. કંપની પોતાના કર્મચારીઓ માટે વર્ષ દરમ્યાન અનેક પ્રવૃતિઓ કરે છે. અને તેઓ ના હોલસેલ ખરીદદારો માટે પણ આકર્ષક યોજનાઓ અમલ માં મુકવામાં આવે છે. આ મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓમાં ઔદ્યોગીક ક્ષેત્રેની કામગીરીનું વ્યવહારીક જ્ઞાન તેમજ કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુથી  વિદ્યાર્થીઓને ત્રણ જુથોમાં વહૅચાઈ ઇંડસ્ટ્રિનું જ્ઞાન મેળવ્યુ હતુ. વિદ્યાર્થીઓ નું ગ્રૂપ ઍક પછી ઍક વિવિધ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. કંપનીના ઍચ. આર. એક્ઝિક્યુટિવ તેમજ માર્કેટિંગ ના અધિકારી પાસેથી પ્લાન્ટ વિશેની માહિતી  પ્રાપ્ત કરી હતી.

સમગ્ર મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓ ની ટેક્નિકલ તેમજ તમામ મશીનરી અને તેના ઉપયોગ વિષે માર્ગદર્શન આપવા માં આવ્યુ હતુ દરેક મશીનરી નાં નામ તેમજ તેનુ મૂલ્ય બાબતે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કાર્ય હતા.તથા ખાસ કરી ને ક્વાલિટી ઉપર કંપની કેવુ ધ્યાન આપે છે. તેમજ કર્મચારી ની સુરક્ષા નું પ્લાન્ટ ઉપર પુરતુ ધ્યાન રાખવા માં આવ્યુ છે.

કંપની ના સાથે સાથે ગ્રાહક ને સંપૂર્ણ સંતોષ થાય તેમજ તેમની ફરિયાદો નું સત્વરે નિવારણ કરવા બાબત ની જાણકારી આપી હતી તેમજ દેશનાં હિત માં સ્વચ્છતા કુદરતી સંસાધનો નો સાંચવી ને ઉપયોગ કરવો તેવા સૂચનો વિદ્યાર્થીઓ ને કરવામાં આવ્યા હતા. વિઝિટ ના છેલ્લા તબક્કામાં બીબીઍ  કૉલેજનાં વિદ્યાર્થી દ્વારા પોતાના અનુભવ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે કૉલેજ દ્વારા આયોજીત આ વિઝિટ વિદ્યાર્થીઆ માં ધંધો તેમજ ધંધા ના સંચાલનનું કૌશાલય શિખવે છે અને વિદ્યાર્થી ઍ કંપની તેમજ તેના સંચાલકૉનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંચાલનનાં સિદ્ધાંતોને આ પ્રકારના વ્યવસાયો માં કઈ રીતે વ્યહવારુ  રીતે અમલી બનાવી શકાય તેની તલસ્પર્શી માહિતી પ્રાપ્ત કરી હતી.  સમગ્ર મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓની ટેક્નિકલ તેમજ તમામ મશીનરી અને તેના ઉપયોગ વિષે માર્ગદર્શન આપવા માં આવ્યુ હતુ.

Previous articleછેડાલ પરગણા વણકર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
Next articleગાંધીનગરમાં વગર મંજૂરીએ ચાલતા કલાસીસ, સેફટીનો અભાવ : તંત્ર ઘોર નિંદ્રામાં