સીવીલની લાલીયાવાડી : કાતિલ ઠંડીમાં દર્દીઓ થર થર ધ્રુજી રહ્યા છે

1399

ગાંધીનગર સીવીલની વધુ એક લાલીયાવાડી સામે આવી છે. જેમાં સીવીલના બારી-બારણાના કાચ જ ન હોવાથી દર્દીઓ ઠંડીમાં ધ્રુજી રહ્યા છે. ગાંધીનગર સીવીલના સી-૮ નંબરના વોર્ડમાં બારીનો એક પણ કાચ નહીં હોવાથી દર્દીઓના સગા દર્દીઓને ઠંડીથી બચાવવા માટે પુંઠા ભરાવી કામ ચલાઉ રક્ષણ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે છતાં સીવીલ સત્તાવાળાઓ આવી તુટેલી બારીઓ અંગે કંઈ પણ નથી કરી રહ્યા તેથી દર્દીઓ અને સગાઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

નવાઈની વાત તો એ છે કે રીપેરીંગ અને અન્ય કામોની લાખો રૂપિયાની ગ્રાન્ટ તેમજ સરકાર તરફથી આવતી રકમ કયાં વપરાય છે તે અંગે પણ અનેક પ્રશ્નો ચર્ચામાં છે. ગાંધીનગરમાં ઠંડી જયારે ૧૩-૧૪ ડીગ્રી થઈ ગઈ છે ત્યારે ઠંડીથી દર્દીઓને રક્ષણ આપવાની માંગ ઉઠી છે. હજી શિયાળાની શરૂઆત હોવાથી સીવીલના આ પ્રકારના તુટેલા બારી-બારણા ટેમ્પરરી પણ દર્દીઓને ઠંડીથી બચાવી શકે તેવા કરવા દર્દીઓ અને સગાઓની માંગણી છે.

Previous articleગાંધીનગરમાં વગર મંજૂરીએ ચાલતા કલાસીસ, સેફટીનો અભાવ : તંત્ર ઘોર નિંદ્રામાં
Next articleવડોદરા ખાતેના રિલાયન્સ પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં ૩ નાં મોત