ભચાઉ રાધનપુર હાઇવે પર ટ્રેલરે ટક્કર મારતા જૈન સાધ્વીનું મોત

769

કચ્છના ભચાઉ રાધનપુર હાઇવે પર અકસ્માત થયો છે. જેમાં જૈન સાધ્વીજીનું મોત થયું છે. લાકડીયા પાસે ટ્રકે ટકકર મારતા સાધ્વીજી મોતે ભેટ્યા છે. લાકડીયાથી ચિત્રોડ વિહાર કરતી વખતે આ બનાવ બન્યો હતો.

કચ્છ જિલ્લામાં આવેલા ભચાઉના લાકડીયા નજીક ટ્રેલરે ટક્કર મારતા જૈન સાધ્વીનું મોત નીપજ્યું હતું. સાધ્વીને ટક્કર માર્યા બાદ ટ્રેલર મુકીને ચાલક સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી અને સાધ્વીના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. બીજી તરફ અકસ્માતમાં સાધ્વીના મોત બાદ સ્થાનિક જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. જ્યારે ટ્રેલરના નંબરના આધારે પોલીસે ચાલકને શોધવાની તજવીજ હાથધરી હતી.

Previous articleવડોદરા ખાતેના રિલાયન્સ પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં ૩ નાં મોત
Next articleબેરોજગારી : તલાટીની ૧૮૦૦ પોસ્ટ માટે ૧૯ લાખ જેટલી અરજીઓ આવી