બેરોજગારી : તલાટીની ૧૮૦૦ પોસ્ટ માટે ૧૯ લાખ જેટલી અરજીઓ આવી

1321

એક તરફ રોજગારી માટે તકો ઉભી કરવાની સરકાર વાત કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં બેરોજગારોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.

તાજેતરમાં બહાર પડેલી તલાટીની ૧૮૦૦ જગ્યા માટે રાજ્યભરમાં ૧૯ લાખ જેટલી અરજી કરવામાં આવી છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ત્રીજા વર્ગની ખાલી પડેલી ૧૨ હજાર જેટલી જગ્યાઓ માટે ૩૮ લાખ જેટલી અરજીઓ મળી છે. તેમજ અરજી કરવાની અંતિમ તારીખ બાકી હોવાના કારણે આ આંકડો વધશે તેવી શક્યતા પણ છે.

એક સમાચારપત્રમાં છપાયેલા આંકડાઓ પ્રમાણે તલાટીની પોસ્ટ પર સૌથી વધારે અરજી કરવામાં આવી છે. આ પોસ્ટ પર સરેરાશ એક જગ્યા માટે ૧૦૫૫ અરજી કરવામાં આવી છે. ત્યારબાદ ફોરેસ્ટ બીટ ગાર્ડની ૩૩૪ પોસ્ટ માટે ૪.૮૪ લાખ અરજી કરવામાં આવી છે. એટલે કે આ પોસ્ટ માટે એક જગ્યા માટે ૧૪૪૯ જેટલી અરજી કરવામાં આવી છે.

જે આંકડાઓ બહાર આવ્યા છે તેના પરથી એક તારણ કાઢી શકાય છે કે એક સમયે પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ માટે ઉમેદવારોમાં એક ઉત્સાહ જોવા મળતો હતો, પરંતુ હવે એ ઉત્સાહ ઘટી રહ્યો છે. કોન્સ્ટેબલની ૯૭૧૩ જેટલી પોસ્ટ સામે ૮.૭૬ લાખ અરજીઓ કરવામાં આવી છે એટલે કે એક જગ્યા માટે માત્ર ૯૦ ઉમેદવારોએ અરજી કરી છે.

Previous articleભચાઉ રાધનપુર હાઇવે પર ટ્રેલરે ટક્કર મારતા જૈન સાધ્વીનું મોત
Next articleરાજપુતો પણ અનામત માટે મેદાનમાં : પંચ સમક્ષ રજુઆત