નાની બોરૂં ગામે મુસ્લિમ શ્રધ્ધાળુ દ્વારા શ્રીમદ ભાગવત કથા યોજાઈ

973

નાની બોરૂ ગામે એક મુસ્લિમ શ્રંધ્ધાળુએ સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા યોજી, અહિં વિશ્વાનંદમયી દેવી દ્વારા કથાૃમત ખાત કરાવાયું.

ગુરૂવાર તા. રરથી બુધવાર તા. ર૮ દરમિયાન નાની બોરૂ ગામે એક મુસ્લિમ શ્રધ્ધાળું કે જેઓએ અલગ – અલગ સ્થાનો પર ૧પ જેટલા મંદિરોનું નિર્માણ કરેલું છે તે હબીબભાઈ હાલાણીએ ગામના સર્વપિતૃ મોક્ષાર્થે શ્રિમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યુ  અને ગામમાં ધાર્મિક સામાજીક એકતા માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.

અહિં વિશ્વાનંદમયી દેવી (શિવકુંજ આશ્રમ જાળિયા) દ્વારા વિવિધ પ્રસંગોની ભક્તિભાવ સાથે ઉઝવણી કરીને ભાગવત કથામૃત પાન કરાવાયું ગામના તમામ જ્ઞાતિ જાતિના આગેવાનો સહિત આજુબાજુના ગામોના શ્રધ્ધાળુઓને લાભ લીધો હતો.

Previous articleચિતલમાં સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ૪૮મો નેત્રયજ્ઞ યોજાયો
Next articleબોટાદકર પ્રાથમિક શાળામાં તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ