ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે પાકિસ્તાને પીઓકેમાં ધાર્મિક વસ્તી સંતુલનને બદલી નાખ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિત-બાલ્તિસ્તાનમાં યોજનાબદ્ધ રીતે કાશ્મીરીઓની ઓળખને નષ્ટ કરવામાં આવી છે. કરતારપુર કોરિડોરના શિલાન્યાસ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધોની આશાઓ વ્યક્ત થતી હતી. ત્યારે જનરલ બિપિન રાવતનું પીઓકે પરનું નિવેદન ઘણું સૂચક માનવામાં આવે છે.
ભારતીય સેનાધ્યક્ષે ભારપૂર્વક જણાવ્યું છે કે સ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે સતત દબાણ બનાવી રાખવાની જરૂરત છે. યશવંતરાવ ચવ્હાણ સ્મૃતિ વ્યાખ્યાનમાં જનરલ રાવતે આતંકવાદીઓની અંતિમ યાત્રા કાઢવાની મંજૂરી આપવા મામલે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે આનાથી આતંકવાદીઓને શહીદો તરીકે રજૂ કરાય છે અને આનાથી કદાચ વધુ લોકોને આતંકી સંગઠનોમાં સામેલ થવા માટે પ્રોત્સાહન મળે છે.
પીઓકે સંદર્ભે જનરલ રાવતે કહ્યુ છે કે પાકિસ્તાને ખૂબ જ ચાલાકીપૂર્વક તથાકથિત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિત-બાલ્તિસ્તાનની ડેમોગ્રાફીને બદલી નખી છે. અસલી કાશ્મીરી કોણ છે. તેના સંદર્ભે નિશ્ચિતપણે કંઈ કહી શકાતું નથી. તેમણે કહ્યુ છે કે શું તેઓ કાશ્મીર છે અથવા પંજાબી છે. જે ત્યાં પહોંચ્યા તેમણે તે વિસ્તારોમાં કબજો કરી લીધો.
ગિલગિત-બાલ્તિસ્તાનના લોકો પણ હવે ધીરેધીરે અહીં આવીને વસવાટ કરવા લાગ્યા છે. જો આપણી તરફના કાશ્મીરીઓ અને પેલે પારના કાશ્મીરી વચ્ચે કોઈ ઓળખ હોય, તો તે ઓળખવાળી ચીજવસ્તુઓ સમાપ્ત થઈ ચુકી છે. આ એવો મુદ્દો છે કે જેના પર આપણે ધ્યાન આપવું જરૂરી છે.
ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે જ્મુ-કાશમીરના સ્થાનિકો દ્વારા મહત્વપૂર્ણ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ આપવામાં આવે છે. તેમણે કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધના સફળ અભિયાનનો શ્રેય સ્થાનિકોને આપ્યો છે. તેમણે ક્હયુ છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જશે અને બાબતો કાબુમાં આવી પણ ચુકી છે. પરંતુ સતત દબાણ રાખવું પણ જરૂરી છે. જનરલ રાવતે કહ્યુ છે કે પરિસ્થિતિને એ સ્તર સુધી લઈ જવી પડશે કે જ્યાં ફરીથી આતંકવાદી સમૂહો માથું ઉંચકી શકે નહીં.