રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુરુવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. જયપુરના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં ઘણી લોભામણી વાયદાઓ જનતાને કરવામાં આવ્યા છે. જેમાં છોકરીઓને મફતમાં શિક્ષા આપવાનો અને બુઝૂર્ગ ખેડૂતોને ઘરે બેઠા પેન્શન આપવાનો વાયદો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાજસ્થાનની જનતાને વાયદો કરવામાં આવ્યા છે કે જો અમારી સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ થશે.
સાથે કૃષિ ઓજારોને જીએસટીના દાયરામાંથી હટાવી દેવામાં આવશે. તેના સિવાય બુઝૂર્ગ ખેડૂતોને ઘરે બેઠા પેન્શનની સુવિદ્યા પણ આપવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં ગોચર ભૂમિ બોર્ડ બનાવવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે.
આ સિવાય દરેક વ્યક્તિને મફતમાં સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેના માટે રાઇટ ટૂ હેલ્થ કાયદો બનાવવામાં આવશે. અશોક ગેહલોતની સાથે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા સચિન પાયલોટે કોંગ્રેસ તરફથી ઘણી મોટી જાહેરાત કરતા કહ્યું કે, ખેડૂતો અને યુવાનો માટે અલગથી પંચ બનાવવામાં આવશે. ખેડૂતો માટે ખેતીના ઓજારોને જીએસટીના દાયરામાંથી બહાર રખાશે, સાથે સરકારી ભૂમિ જેણે ગામની ગૌચર ભૂમિ કહેવાય છે, તેના માટે રાજસ્થાનમાં એક મોટો વિવાદ હંમેશાં બનેલો હોય છે તેના માટે પણ અલગથી ગોચર ભૂમિ બોર્ડ બનાવવાનું વચન જનતાને આપવામાં આવ્યું છે.
આ ચૂંટણી ઢંઢેરામાં બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવા માટે સાઢા ત્રણ હજાર રૂપિયા મહિને રાખવામાં આવ્યા છે, જ્યારે બીજેપીએ ૫૦૦૦ પ્રતિમહિનો બેરોજગારી ભથ્થું આપવાનો વાયદો જનતાને કરવામાં આવ્યો છે. તેની સાથે કોંગ્રેસે કહ્યું કે, પત્રકારોને દબાવવા માટે બીજેપી સરકાર કાળો કાયદો લઇને આવી હતી, પરંતુ અમે પત્રકારોને જર્નાલિસ્ટ પ્રોટેક્શન એક્ટ અલગથી બનાવીશું.