યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમતગમત અધિકારી કચેરી ભાવનગર શહેર સંચાલિત રાજ્યકક્ષાની અંડર-૧૯ બહેનોની સ્પર્ધાનો સીદસર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે પ્રારંભ થયેલ. જેમાં રાજ્યની ૩૬ જિલ્લાની ટીમોના પ૦૪ ખેલાડી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૩૦ રેફરી તથા ૧પ વ્યવસ્થાપકો સ્પર્ધામાં સહભાગી બન્યા હતા.