રિતિક રોશન સાથે મૃણાલ ઠાકુર હવે ફિલ્મમાં દેખાશે

1346

બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા પૈકી એક એવા રિતિક રોશન સાથે સુપર ૩૦ ફિલ્મ મળી જતા મૃણાલ ઠાકુર ભારે  ખુશ દેખાઇ રહી છે. લવ સોનિયામાં ગામ કર્યા બાદ તેની પાસે હવે કેટલીક ફિલ્મો આવી રહી છે. તે જહોન અબ્રાહમની સાથે બાટલા હાઉસ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. તેની પાસે હવે વધુને વધુ ઓફર આવી રહી છે. પોતાની કેરિયરની પ્રથમ  જ ફિલ્મ રિતિક રોશન સાથે મળી જતા મૃણાલ ભારે ખુશ છે. તે રિતિક રોશનથી પહેલા જ પ્રભાવિત રહી છે. આવનાર ફિલ્મ સુપર૩૦ને લઇને બોલિવુડમાં જ નહીં બલ્કે ચાહકોમાં પણ ચર્ચા છે. રિતિક રોશન આ ફિલ્મમાં જોરદાર અને નવા અંદાજમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે કઇ અભિનેત્રી કામ કરી રહી છે તેને લઇને કેટલાક મહિનાથી ચર્ચા ચાલી રહી હતી. હવે ચર્ચાનો અંત આવી ગયો છે. તેને મોટી ફિલ્મ હાથ લાગતા લોટરી લાગી ગઇ છે. તે ફિલ્મને લઇને ઉત્સાહિત છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે કરાયુ હતુ.  ફિલ્મના પ્રથમ લુકને જારી કરવામાં આવ્યા બાદ આની ભારે ચર્ચા છે.

Previous articleજાહન્વી અને ઇશાન પ્રેમમાં હોવાની છેડાયેલ નવી ચર્ચા
Next articleઅનુપમ ખેર માટે ડબલ હાસ્ય!