ચેક બાઉન્સ થવા મામલે રાજપાલ યાદવને ૩ મહિનાની જેલ

792

ચેક બાઉન્ચ મામલે બોલીવૂડ અભિનેતા રાજપાલ યાદવને સજા થઈ છે. આ મામલે રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટે ત્રણ મહિના સુધી જેલની સજા સંભળાવી છે. ટ્રાયલ કોર્ટ સામે એક કરારની રકમ આપવામાં રાજપાલ યાદવ નિષ્ફળ રહ્યો હતો. જેના પર કડક કાર્યવાહી કરતા હાઈકોર્ટે રાજપાલ યાદવને ત્રણ મહિના જેલની સજા સંભળાવી હતી. ૨૦૧૦માં રાજપાલ યાદવે ૫ કરોડની લોન લીધી હતી, પરંતું આ રકમ નહી ચૂકવવાના કારણે લોન આપનાર વ્યક્તિએ કોર્ટની શરણ લીધી હતી. કોર્ટમાં આ વર્ષે જ નક્કી થયું હતું કે રાજપાલ યાદવ ૧૦ કરોડ ૪૦ લાખની રકમ પરત કરે, જ્યારે રાજપાલ યાદવે રકમ ન ચૂકવી તો કોર્ટે તેને જેલ મોકલી દિધો હતો. ઈન્દોરના સુરેંદર સિંહ પાસેથી રાજપાલ યાદવે રૂપિયા ઉધાર લીધા હતા. આ રકમને પરત કરવા માટે રાજપાલ યાદવે એક્સિસ બેંકનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થયો હતો. બાદમાં સુરેંદર સિંહે વકીલના માધ્યમથી રાજપાલ યાદવને નોટીસ મોકલી હતી. નોટીસ મોકલવા છતા રાજપાલ યાદવે રકમ પરત નહોતી કરી. જેના પર જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Previous articleઅનુપમ ખેર માટે ડબલ હાસ્ય!
Next articleફીફા રેંકીંગઃ બેલ્જિયમ પ્રથમ સ્થાને યથાવત, ભારત ૯૭મા નંબર પર