મિતાલી સાથેનો વિવાદ પોવારને પડશે ભારે, BCCI છીનવી શકે છે કોચ પદ

797

મિતાલી રાજ રમેશ પોવાર વિવાદ થોભવાનું નામ લઇ રહ્યો નથી. ક્યારેક મહિલા ક્રિકેટર નિવેદનો આપે છે તો પછી કોચ તરફથી જવાબોના પ્રહારો થાય છે. સમગ્ર ઘટનાક્રમની વચ્ચે હવે જે એક ચીજ સામે આવી છે એ છે કે રમેશ પોવારનું ઘટતું કદ.

મીડિયા રિપોટ્‌ર્સનું માનીએ તો મહિલા ક્રિકેટ ટીમના કોચ રમેશ પોવારનો કરાર સમાપ્ત થઇ શકે છે. વર્લ્ડ ટી ૨૦ ટૂર્નામેન્ટ સુધી મહિલા ક્રિકેટ ટીમની સાથે પોવારનો કરાર શુક્રવારે ખતમ થઇ રહ્યો છે.

વિવાદ બાદ હવે કદાચ જ પોવારનો કરાર આગળ વધારી શકાય. બીસીસીઆઇના સૂત્રોનું માનીએ તો બોર્ડ આ નિર્ણય પોવાર અને મિતાલીની વચ્ચે સતત આરોપ પ્રત્યારોપના કારણે થયેલા વિવાદના કારણે લઇ શકે છે. બીસીસીસીઆઇ એ વાતથી પણ નારાજ છે કે કેવી રીતે બીસીસીઆઇના કોઇ મોટા સભ્યનો ફોન આવ્યા બાદ પોવારે મિતાલીને સેમીફાઇનલ સ્પર્ધાથી બહાર નિકાળી દીધી. સૂત્રો એ એવું પણ જણાવ્યું કે વેસ્ટઇન્ડિઝથી પરત બાદ બીસીસીઆઇની સાથે મીટિંગમાં પોવાર આ વાતનો સાચો જવાબ આપી શક્યા નહીં કે જ્યારે મિતાલી ઓપનિંગ કરે છે.

Previous articleપ્રો કબડ્ડી : ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્‌સે પૂણેરી પલ્ટનને ૩૫-૨૦થી હરાવ્યું
Next articleવેસ્ટ ઇન્ડિઝનો ક્રિકેટર જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડ વતી રમશે ૨૦૧૯નો વર્લ્ડકપ