નરેશભાઇ ચૌધરી અને પ્રજ્ઞાબેન પટેલનો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો

851

ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીમાં નાયબ માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા નરેશભાઇ એલ. ચૌધરી આજે વય મર્યાદાથી નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્ટાફ પરિવાર દ્વારા તેમના દીર્ધઆયુ અને નિવૃત્ત બાદના જીવનમાં તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આજે ગાંધીનગર જિલ્લા રમત ગમત અધિકારી વી.બી.દત્તા પણ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો.

વયનિવૃત્ત એ સરકારી સેવા સાથે જોડાયેલી ઘટના છે, પણ નિવૃત્તિ પછી જ્યારે લોકો અને સહકર્મીઓ તમને સતત યાદ કરે એ તમારી સફળતા છે, એમ આજે માહિતી ખાતાની વડી કચેરીમાંથી વય નિવૃત્ત થતા સંયુકત માહિતી નિયામક પ્રજ્ઞાબેન પટેલને તેમના નિવૃત્ત સન્માનનો ભાવુક થયા હતા.

નરેશભાઇ એલ. ચૌધરી રાજય સરકારના માહિતી ખાતામાં વર્ષ- ૧૯૮૪ માં જોડાયા હતા. માહિતી મદદનીશમાંથી ક્રમશ બઢતી મેળવીને ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી ખાતે તા. ૦૧ ઓગષ્ટ, ૨૦૧૫ના રોજ પોતાની ફરજ પર નાયબ માહિતી નિયામક તરીકે હાજર થયા હતા. ત્રણ વર્ષ અને ત્રણ માસ સુધી ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવનાર નરેશભાઇ ચૌધરીએ ઉમદા રીતે પોતાની ફરજ બજાવી હતી.

આજે વય મર્યાદાથી નિવૃત્ત થયેલ નરેશભાઇ ચૌધરીને સ્ટાફ પરિવાર દ્વારા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કચેરીમાં ફરજ બજાવતાં સેવકભાઇ પ્રભાકરણ ભાઇ પરમાર દ્વારા તેમને શ્રીફળ અને સાકર આપી અભિવાદન કર્યું હતું. તેમજ સ્ટાફમાં વડીલ એવા સુપર વાઇઝર તન્વીર વોરાઅને ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં શેરખાન પઠાણે શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. સ્ટાફ પરિવાર દ્વારા નરેશભાઇ ચૌધરીને સ્મૃતિ ભેટ આપી તેમની સાથે વિતાવેલ પળોને યાદ કરી હતી.

આજે માહિતી નિયામક કચેરી ખાતે સંયુકત માહિતી નિયામક પદેથી પ્રજ્ઞાબેન પટેલ નિવૃત થયા તેમની વિદાય સન્માનનો એક કાર્યક્રમ અધિક માહિતી નિયામક એ. આર. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

અધિક માહિતી નિયામક પટેલે નિવૃત થતા સંયુક્ત માહિતી નિયામક પ્રજ્ઞાબેનની કાર્યનિષ્ઠા અને તેમના મિલનસાર સ્વભાવની નોંધ લઈ જણાવ્યું હતું કે, વ્યક્તિ તેના કાર્યથી ઓળખાય છે. પ્રજ્ઞાબેને લેખિકા, પ્રવાસી અને સામાજિક કાર્યકર તરીકે આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સંયુક્ત માહિતી નિયામક પુલક ત્રિવેદીએ નિવૃત થઈ રહેલા પ્રજ્ઞાબેન ખરા અર્થમાં પ્રજ્ઞાને વરેલા ગણાવી ઉમેર્યું હતું કે, સ્વ સાથેના સંવાદ વિના સ્વ વિકાસ થઈ શક્તો નથી. પ્રજ્ઞાબેને આ સંવાદ સાધીને સ્વવિકાસ કર્યો છે. તેમણે પ્રજ્ઞાબેનને મહિલા સશક્તિ કરણના પર્યાય ગણાવ્યા હતા.

આ પ્રસંગે માહિતી મદદનીશ પરિમલ પટેલે તેમના ત્રણ વર્ષ દરમ્યાનના વિવિધ પ્રસંગો અને કામગીરી કરવાની અલગ શૈલી જેવી અનેક ભૂતકાળના સ્વમરણો યાદ કર્યા હતા. સ્ટાફ પરિવારના શાંતિલાલ કમોયા, વિનોદભાઇ દાણીધરીયા, દેવાંગ એસ. કાપડિયા, જીગ્નેશ પટેલ, અમરસિંહ રાણા, આમીન મનસુરી અને પ્રભાબેન સોલંકી પણ આ વિદાય સમારંભમાં સહભાગી બન્યા હતા.

Previous articleપૃથ્વી શો ઈજાગ્રસ્ત બનતા પ્રથમ ટેસ્ટમાંથી બહાર
Next articleકામધેનુ યુનિવર્સિટીમાં ઇ-ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું