દિલ્હીની જેમ ૧પ૦ સંગઠનો સાથે ગુજરાતમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે

912

ગુજરાત કિસાનસભા દ્વારા દિલ્હીમાં યોજાયેલી ખેડૂતોની રેલીના સમર્થનમાં રેલી કરવામાં આવી હતી. અમદાવાદ સાબરમતી આશ્રમથી પદયાત્રા કરી ખેડૂતો અમદાવાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જયાં અધિક નિવાસી કલેક્ટરને ખેડુતોની માંગ અંગે આવેદન પત્ર પાઠવ્યું હતું. ખેડૂત સભા અને રેલામાં જોડાયેલા અન્ય સંગઠનોએ રાજ્યમાં ખેડુતોના દેવા માંફીની માંગ કરી સાથે જ ગુજરાતમાં વરસાદ ઓછો છે.

દુષ્કાળ વાળા વિસ્તારોમાં ખેડુતોને હેક્ટર દીઠ ૩૦ હજાર રૂપિયા વળતર આપવા માંગ કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સભાના આગેવાન અરૂણ મહેતાએ કહેયું કે, ગુજરાતની સરકાર ખેડૂત વિરોધી છે. ખેડૂતોની દેવા માફીના આંદોલન ગુજરાત સિવાય બીજા અન્ય રાજ્યોમાં પણ ચાલી રહ્યા છે. કેટલાક રાજ્યોએ દેવા માફી કરી પણ છે. પરંતુ ગુજરાત સરકાર ખેડૂતોના દેવામાફીનો વિચાર સુધ્ધા કર્યા વિના ખેડુતોને લેણાંની નોટીસો મોકલી રહી છે. રાજ્યમાં ખેડુતોની આત્મહત્યાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી.

વધુમાં અરૂણ મહેતાએ જણાવ્યું કે, સરકારનો એક પણ મંત્રી આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારને મળવા ગયો નથી તેમણે ચિમકી પણ ઉચ્ચારી કે જો સરકાર તેમના આવેદન પત્રને આધારે કોઇ નિર્ણય નહી લે તો ૧૩ ડિસેમ્બરે ગુજરાત મા સરકાર સામે તમામ ખેડૂત સંગઠનો એકઠા થઇ કુચ કરશે જેમાં પાંચ લાખથી વધારે ખેડૂતો જોડાશે.

Previous articleનર્મદા કેનાલમાં ૩૦ ફૂટનું ગાબડું બે ગામો બન્યા સંપર્ક વિહોણા
Next articleશાળાઓમાં અભ્યાસ કરતા બાળકો ફાયર સેફિ્‌ટના મામલે રામભરોસે