કડી કેમ્પસ સ્કુલમાં આગની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ શહેરની અન્ય સ્કુલોમાં અભ્યાસ કરતા બાળકો સંભવિત આગની ઘટના સમયે સુરક્ષિત છેકે, નહી તે અંગે મોટો પ્રશ્નાર્થ સર્જાય છે. જે રીતે આજે એમ.બી.પટેલ સ્કુલના પ્રશાસનમાં ફાયર સંદર્ભે અજ્ઞા।નતા જોવામળી તેવી જ અજ્ઞા।નતા અને બેદરકારી અન્ય સ્કુલ સંચાલકો પણ ધરાવતા હોવાનું જાણવા મળ્યુ છે. મોટાભાગન સ્કુલોમાં ફાયર સેફિ્ટ મામલે ખાસ કોઇ ગંભીરતા દાખવવામાં આવતી નથી. ફાયર બ્રિગેડ દ્વારા આ પ્રકારની પાંચ મોટી સ્કુલોને ફાયર એનઓસી મામલે નોટિસ પણ પાઠવી છે. કેટલીક સ્કુલોમાં તો ફાયર સેફિ્ટના સાધનો પણ ઉપલબ્ધ નથી.
જે સ્કુલોને ફાયર બ્રિગેડ તરફથી નોટીસ ફટકારવામાં આવી છે તેમાં સેંટ ઝેવિયર્સ, એલડીઆરપી, કડી, આરાધના સહિતની સ્કુલનો સમાવેશ થાય છે. આ સ્કુલોમાં ફાયર સેફિ્ટ સિસ્ટમ ગોઠવવી જરૂરી છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડનું સાધન આસાનીથી સ્કુલમાં એન્ટર થઇ શકે તેવી વ્યવસ્થા પણ જરૂરી છે. ખાસ કરીને એલડીઆરપીમાં ફાયર સમયે ફાયર બ્રિગેડના વાહનને બિલ્ડીંગ સુધી પ્રવેશ કરવું મુશ્કેલ પડે તેવી સ્થિતી છે. આ ઉપરાંત અન્ય કેટલીક સ્કુલો એવી છેકે, જ્યાં ફાયરના સાધનો વસાવવા જરૂરી છે. જોકે, કેટલીક સ્કુલોમાં ફાયર ઓલવવાના સાધનો નહી હોવાનું અને જે સ્થળે છે તે પણ એક્સપાયર ડેટના થઇ ગયા હોવાનું ફાયર બ્રિગેડના સુત્રોએ જણાવ્યુ હતું. આ મામલે આગામી દિવસોમાં તપાસ જરૂરી બની છે. આ ઉપરાંત સ્કુલોમાં આગ લાગે ત્યારે કેવી પ્રકારની સાવધાની રાખવા અને ફાયર ઓલવવાના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે પણ અજ્ઞા।નતા છે. આ માટે સ્કુલ પ્રશાસન દ્વારા ટ્રેનીંગ લેવામાં આવે તે પણ જરૂરી બન્યુ છે.