વડોદરામાં કમાટીબાગ ઝૂની ઘોર બેદરકારી સામે આવી છે. ઝૂમાં રહેલા ૬ હરણને કૂતરાંએ ફાડી ખાધા છે. આ ઘટનામાં ૮ હરણ ઈજાગ્રસ્ત થયા છે. સવારે ૫થી ૭ દરમિયાન આ ઘટના બની છે. સિક્યુરિટીની નિષ્કાળજીના કારણે હરણના મોત થયા છે. કોર્પોરેશનના અધિકારી ઓએ ઘટના સ્થળ પર તપાસ કરી રહ્યાં છે. જેમાં હરણના પાંજરમાં કૂતરા કેવી રીતે આવ્યા તેની તપાસ હજુ ચાલુ છે.
વડોદરા શહેરના કમાટી બાગના પ્રાણી સંગ્રહાલયમાં ૩ રખડતા કુતરાઓએ ૬ કાળિયાર હરણને ફાડી ખાધા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. આ મામલે તપાસ હાથ ધરી હતી.
વહેલી સવારે પાંચથી સાત વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. કુતરાઓના હુમલામાં આઠ હરણ ઈજાગ્રસ્ત થયા હતા. હરણના પિંજરામાં કુતરાઓ કઈ રીતે ઘુસ્યા એ તપાસનો વિષય છે.