રાજ્ય સરકારના મંત્રીમંડળને હાલ બીમારીનું ગ્રહણ લાગ્યું છે. ૭ જેટલા મંત્રીઓ હાલ બીમારીને કારણે રજા પર ઉતર્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઘૂંટણની સર્જરી માટે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પીટલમાં સારવાર કરાવી છે. તેથી તેઓ ૨ સપ્તાહ જેટલો આરામ કરશે.
તો ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ મોઢામાં કેન્સરનું ઓપરેશન કરાવ્યું છે. તેઓ પણ ૨ સપ્તાહ જેટલો આરામ કરશે. તો ઉર્જામંત્રી સૌરભ પટેલને ખભાના ભાગે તકલીફ રહેતા તેઓ પણ ઓપરેશન કરાવી શકે છે.
તો રાજયમંત્રી પરષોત્તમ સોલંકીને ડાયાબીટીસની તકલીફ રહ્યા કરે છે. તેથી તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકત લેતા રહે છે. તો શ્રમ અને રોજગારમંત્રી દિલીપ ઠાકોરને છેલ્લા કેટલાક સમયથી આંખમાં તકલીફ છે. તેમણે પણ મોતિયાનું ઓપરેશ કરાવ્યું છે.