કેવડિયા ખાતે ૨૦થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ડીજી કોન્ફરન્સ યોજાનાર છે. જેમાં પીએમ મોદી હાજર રહેવાના છે. જેની કામગીરી સમીક્ષા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેન્ટ સિટી અને નર્મદા નિહાર રિસોર્ટ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી.
તાજેતરમાં ગુજરાતમાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે હાલ ભાજપે કોંગ્રેસમાંથી આવેલા કુંવરજી બાવળીયાને ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસમાંથી હજુ નામ જાહેર થયું નથી.
આ બાબતે મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપે અડધી ચૂંટણી જીતી લીધી છે. કોંગ્રેસે અત્યારે ઉમેદવારોને કહ્યું કે ફોર્મ ભરો. બળવાના બીકે કોંગ્રેસને ડર લાગે છે. કોંગ્રેસ હાલ સળગતું ઘર બની ગયું છે એટલે ભાજપ ચૂંટણી જીત નિશ્ચિત છે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.