ખાંભા તાલુકાના નિગાળા ગામે આવેલી ધોસ વાડીમાં છેલ્લા ૪ દિવસથી બે સિંહ અને એક સિંહણે ડેરો જમાવ્યો છે. બંને સિંહો આ સિંહણે પામવા માટે પ્રતિષ્ઠાનો જંગ લડી રહ્યાં છે. ખેડૂતોને જોઈ જતાં સિંહ અને સિંહણે તેમનો ૩ કિમી સુધી પીછો કર્યો હતો. તેમ દેવળીયા જેવી દુર્ઘટના થતા બચી હતી.
ગઈકાલે સાસણ નજીક દેવળીયા પાર્કમાં બનેલી ભયાનક ઘટના બની હતી, સતર્ક રહેવાના બદલે ફરીથી વનતંત્રની લાલિયાવાડી સામે આવી હતી. બંને ખેડૂતો હાલ બચી ગયા છે, પરંતુ રેન્જ અને રાઉન્ડ કહેવાતા વનવિભાગના અધિકારીઓને ધટનાની જાણ કરવા છતા કોઈ કાર્યવાહી નહીં કરી.
ઘટના એવી છે કે નિગાળા ગામના કનુ વણઝારા પોતાની વાડીએ જવા માટે બાઈક લઈને નીકળ્યા હતા અને સિંહ- સિંહણ રસ્તો રોકી લીઘો, બાઈક હોવાના કારણે તેઓ બચવામાં સફળ થયા હતા. પણ થોડી વાર બીજા ખેડૂત ગોબર ભરવાડ પોતાની વાડીએ જવા માટે ચાલીને નીકળ્યા હતા. ત્યારે સિંહ અને સિંહણ તેમનો રસ્તો રોકવા માટે આગળ આવ્યા હતા. સિંહ અને સિંહણે તેમનો ૩ કિમી સુધી પીછો કર્યો હતો.
ગોબરભાઈ દોડતા-દોડતા કનુભાઈની વાડીએ પહોંચ્યા અને મદદ માટે બૂમ પાડવા લાગ્યા. કનુભાઈ મદદ માટે આવ્યા અને ગોબરભાઈ સુરક્ષિત બચી ગયા હતા. વનવિભાગને જાણ કરી હતી પરંતુ કોઈ મદદ માટે નહી આવ્યું, અંતે સ્થાનિકો અને ગ્રામવાસીઓ જ ખેડૂતોની મદદ માટે આવ્યા હતા.