સમય સાથે ઉદ્યોગોમાં બદલાવ જરૂરી, ટેક્નોલોજી સાથે ચાલવું પડશે : વિજય રૂપાણી

622

ભારતદેશમાં સૌથી વધારે યુવાનો છે ત્યારે વધુ ને વધુ યુવાનો ઉધોગ સાહસિક બને તે દિશામાં આગળ વધવાના પ્રયાસના ભાગ રૂપે અમદાવાદમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ’વાઇબ્રન્ટ યંગ ઇન્ડિયા કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે દરેક ઉદ્યોગ ગૃહમાં નવી પેઢી આવી ગઈ છે. સમય સાથે ઉદ્યોગોમાં બદલાવ જરૂરી છે, ટેક્નોલોજી સાથે ચાલવું પડશે. રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે આ પ્રસંગે બોલતા જણાવ્યું કે, ગુજરાતીઓના લોહીમાં વેપાર છે ત્યારે વેપાર થકી વિકાસ કરવાના પ્રયાસમાં યુવાનોએ તેમનું યોગદાન આપવું જોઈએ. રોબોટીક્સ, શીપીંગ, સ્કિલ ડેવ્લોપમેન્ટ જેવા અનેક ક્ષેત્રોમાં યુવાનો આગળ વધ્યા છે.

આવતા વર્ષે જાન્યુઆરી, ૨૦૧૯માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે ત્યારે દેશના યુવાન ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ ખાતે રાજ્ય સરકાર દ્વારા ’વાયબ્રન્ટ યંગ ઇન્ડિયા કાર્યક્રમ’નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમાં દેશભરના યુવાન ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

દેશના અનેક જાણીતા ઉદ્યોગગૃહોના યુવાન ઉદ્યોગ સાહસિકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈને પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુવાન ઉદ્યોગકારોનો સંબોધતા જણાવ્યું કે, “આજે જ્યારે નવી પેઢીએ બધું જ સંભાળી લીધું છે ત્યારે નવા વિચારો સાથે તાલમેલ સાધવાની જરૂર છે. યુવાનો જે રીતે સારું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેને પ્રોત્સાહન મળવું જોઈએ. વાયબ્રન્ટ ગુજરાત એક ગ્લોબલ પ્રોજેક્ટ છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં નવી પેઢી આગળ જઈ રહી છે. સમયની સાથે ઉદ્યોગોમાં બદલાવ જરૂરી છે. ટેકનોલોજી સાથે ચાલવું ચાલીશું તો જ સફળતા હાથ લાગશે. જે લોકો સમય સાથે પરિવર્તન કરે છે તે આગળ જાય છે. જૂની પેઢીઓએ શૂન્યમાંથી સર્જન કર્યુ છે. તમારે સમય સાથે આગળ વધતા રહેવું પડશે. હવે કોઈ મોનોપોલી રહી નથી, દિવસે ને દિવસે  સ્પર્ધા વધી રહી છે.”

રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘે જણાવ્યું કે, ” ગુજરાતના વિકાસમાં વેપાર મહત્વનું પાસું છે. ગુજરાતના વિકાસમાં આપ યુવાનો યોગદાન આપો. યુએસ અને ચાઇના બાદ આપણે જીડીપીમાં ત્રીજા નમ્બરે છીએ.

આભાર – નિહારીકા રવિયા  યુવા ઉધ્યોગકારોમાં સૌથી વધુ આગળ આપણો દેશ છે. રોબાટિક્સ, શિપિંગ અને કૌશલ્યવર્ધન ક્ષેત્રે યુવાનો આગળ આવે તો દેશને વધુ ફાયદો થઈ શકે છે. ઓટોમેશન અને સ્જીસ્ઈ સેક્ટરમાં પણ ગુજરાત આગળ છે.

Previous article૩૦ કલાકમાં જ સુંદરસિંહ ચૌહાણે ફરી પાછો કેસરીયો ખેંસ ધારણ કર્યો
Next articleરાજ્યભરમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો વધ્યો