રાજ્યભરમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો વધ્યો

913

ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે અમદાવાદવાસીઓ વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળે છે. ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. મોડી રાતથી જ ઠંડીનો વર્તારો શરૂ થતા લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં તાપમાનો પારો ગગડતા હવે શિયાળાની શરૂઆત થઇ છે. ઠંડી શરૂ થતાં જ નાના મોટા સહિત શહેરીજનો તેમજ સિનિયર સીટીઝનો વહેલી સવારે ગાર્ડનમાં કસરત, વોકિંગ કરતા જોવા મળે છે. ત્યારે શિયાળા માં હેલ્થ માટેની ખુબ સારી સીઝન શહેરીજનો કહી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, અમદાવાદ શહેરમાં ૧૭ ડીગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે જ રાજકોટ અને સુરત શહેરમાં ૧૮ તો વડોદરામાં ૧૭ ડીગ્રી તાપમાન રહ્યું છે. નલિયામાં ૧૩.૪ ગાંધીનગરમાં ૧૪.૬ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

જમ્મૂ-કશ્મીરમાં છેલ્લા કેટલાંક દિવસથી હિમવર્ષા થઈ રહી છે. કશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં સફેદી છવાયેલી છે. ત્યારે સહેલાણીઓમાં પણ ઉત્સાહનો માહોલ છે. વાતાવરણમાં ઠંડક હોવાને કારણે લોકો રસ્તા પર સ્વેટર અને મફલર પહેરીને ફરતા જોવા મળ્યા હતા.

મહત્વની વાત છે કે, બપોરે ગરમી અને રાતે ઠંડીના પગલે લોકો પર ડબલ સિઝનની પણ અસર જોવા મળી છે. તો બીજી તરફ, ઠંડીના ધીમા આગમન બાદ શહેરના પાર્ક પણ ઉભરાયા છે. લોકો વોકિંગ, યોગા અને વિવિધ કસરતો માટે વહેલી સવારથી પાર્કમાં ઉમટી રહ્યા છે.

Previous articleસમય સાથે ઉદ્યોગોમાં બદલાવ જરૂરી, ટેક્નોલોજી સાથે ચાલવું પડશે : વિજય રૂપાણી
Next articleબુરે દિન જાનેવાલે હૈ, રાહુલ ગાંધી આનેવાલે હૈ : સિદ્ધુ