ભાવનગર જીલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘના નેતૃત્વમાં સ્કાઉટ-ગાઈડ ઉપરાંત નાના બાળકો માટે કબ-બુલબુલ તથા મોટા ૧૮ થી રપ વર્ષના યુવાનો માટે રોવ-રેન્જરની પ્રવૃતિ પણ ખુબ જ સારી રીતે થઈ રહી છે. આવી જ પ્રવૃત્તિમાં જોડાયેલા ભાવનગરના બે રોવર્સ સેલવાસ વાપી ખાતે આયોજીત રીજનલ લેવલ યુથ ફોરમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીે ભાવનગરને ગૌરવ અપાવેલ છે.
તા. ર૧ થી રપ નવેમ્બર દરમ્યાન સેલવાસ વાપી ખાતે નેશનલ હેડ કવાટર્સ ન્યુ દિલ્હી દ્વારા રીજનલ લેવલ યુથ ફોરમનું આયોજન કરવામાં આવેલ જેમાં દસ રાજયના રોવર્સ (ભાઈએ) રેન્જર્સ (બહેનો) જોડાયા હતાં. જેમાં ગુજરાતમાંથી ભાવનગરના બે રોવર્સ ત્રિવેદી ઓમ અને ગોપાણી પાર્થ કેમ્પમાં જોડાઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ અને ભારતમાં રોવ-રેન્જર પ્રવૃત્તિનો પ્રચાર-પ્રસાર, સર્ફ સ્માર્ટ પ્રોજેકટ, કલીન એનવાયરમેન્ટ, પોલ્યુસન, વોટર સેઈફટી જેવા વિષયો પર ચર્ચા અને જન જાગૃતિના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને બેસ્ટ ગૃપ અને બેસ્ટ ડીબેટરનો એવોર્ડ ગુજરાતને મળ્યો હતો. રોવર્સની આ સિધ્ધી બદલ ગુજરાત રાજય ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ અને ભાવનગર જિલ્લા સંઘના પદાધિકારીઓએ બન્ને વિદ્યાર્થીને અભિનંદન પાઠવેલ.