પરિણતાને મરવા મજબુર કરનાર પતિ, જેઠાણીને સાત વર્ષની કેદ

955

વરતેજ તાબેના સોડવદરા ગામે રહેતી પરણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરવાના ગુનામાં આજે કોર્ટ પતિ તથા જેઠાણીને સાત વર્ષની સજા ફટકારી હતી.

બનાવ અંગેની વિગ્તો પ્રમાણે વરતેજ તાબેના સોડવદરા ગામે રહેતી પરણીતા વર્ષાબેનને તેનો પતિ ભગવાન જીણાભાઈ ચૌહાણ અને જેઠાણી અસ્મિતા લક્ષ્મણભાઈ ચૌહાણ નાની-નાની વાતોમાં વારંવાર શારીરિક – માનસિક ત્રાસ આપતા હતા જે સહન ન થતા ગત તા. ૧૩-૯-ર૦૧૭ના રોજ વર્ષાબેને કેરોસીન છાંટી સળગી જઈ આપઘાત કરેલ.  આ અંગે પતિ ભગવાન ચૌહાણ તથા જેઠાણી અસ્મિતા વિરૂધ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરેલ આ બનાવનો કેમ ભાવનગરના સેશન્સ જજ સુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો લેખીત, મૌખિક પુરાવાઓના આધારે કસુરવાર માની બન્ને સાત-સાત વર્ષની સજા ફટકારી હતી.

Previous articleચિત્રા જીઆઈડીસી થયેલ લૂંટ હત્યાના આરોપીઓ ઝડપાયા
Next articleમિત્રની પત્નીના હત્યારાને આજીવન કેદ