ભાવનગર શહેરના મહેતા શેરીમાં આવેલ માધવમગન આંગડીયા પેઢીના કર્મચારીના એકટીવા સ્કુટરને જશોનાથ ચોક પાસે આંતરી દિન દહાડે પ શખ્સો દ્વારા ૧૭ લાખની લૂંટ ચલાવી નાસી છુટયા હતાં. આ બનાવની ફરિયાદ બાદ ઝડપાયેલા આરોપી સામેનો કેસ સેશન્સ જજ સુભદ્રાબેન બક્ષીની કોર્ટમાં ચાલી જતા પાંચેય આરોપી સામેનો ગુનો સાબીત માની ૧૦ વર્ષની સજા ફટકારી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ માધવ મગન આંગડીયા પેઢીના કર્મચારી ઉંઝા મહેસાણાના કિર્તિસિંહ ભુરાજી વાઘેલા ગત તા. ર૭-૭-ર૦૧૩ના રોજ વોરા બજાર ઓફીસેથી કંપનીના એકટીવા સ્કુટર લઈને સાંજે ૪ વાગ્યે જશોનાથ ચોકથી પાનવાડી તરફ જઈ રહ્યા હતા તે વખતે આયુર્વેદીક કોલેજ પાસે સંજય ભોથાભાઈ કસોટીયા (ઉ.વ.૧૯), હરેશ ઉર્ફે હેરી કિશોરભાઈ ખસીયા (ઉ.વ.રર), રમેશ ખીમજીભાઈ ચૌહાણ (ઉ.વ.ર૦), ભરત ઉર્ફે ભદો ઉર્ફે મારવાડી જેસીંગભાઈ ચૌહાણ (ઉ.વ.ર૦) તથા તાહીર મુસ્તુફાભાઈ શેખ (ઉ.વ.ર૦) રહે તમામ કુંભારવાડા વાળાઓએ કાવતરૂ રચી એક સંપ કરીને સીબીઝેડ તથા હિરો હોન્ડા મોટર સાયકલો ઉપર આવી એકટીવા પર જઈ રહેલા આંગડીયા પેઢીના કિર્તીસિંહને લાકડાના ધોકા વડે ઘા ઝીંકી પછાડી દઈ ઈજા કરી તેની પાસે રહેલા રૂા. ૧૭,પપ,૮૭પની રકમના થેલાની લૂંટ ચલાવી ફરાર થયેલ.આ બનાવની ફરિયાદ નોંધાવતા આરોપીઓને ઝડપી લઈ તેનો કેસ ભાવનગર સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો લેખીત, મૌખિક પુરાવાને ધ્યાને લઈને પાચેય આરોપીઓને તકસીરવાન માની જજ સુભદ્રાબેને ૧૦-૧૦ વર્ષની સજા તથા દંડ ફટકારેલ અને દંડ ન ભરે તો વધુ૬ માસની કેદની સજા ફટકારી હતી.