લાઠી તાલુકા દામનગરના કાચરડીના ખેડૂતે પાક નિષફળ જતા ટ્રેન નીચે ઝપલાવી આત્મહત્યા કરતા અરેરાટી નાના એવા કાચરડી ખાતે બાર વિધા જમીન ધરાવતા કમલેશભાઈ બાવચંદભાઈ વસાણીએ પાક નિષ્ફળ જતા હતાશ થઈ આત્માહત્યા કરી લેતા ગનગીની વ્યાપી ગઈ હતી.
દામનગરના મેમદાની ધાર પાસે સવારના નવ કલાકે પસાર થતી માલગાડી નીચે ઝપલાવી દેતા કમલેશભાઈ વસાણીની ડેડ બોડી દામનગર સિવિલ હોસ્પિટલ ખાતે લવાતા ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત અગ્રણીની હાજરી જોવા મળી હતી લાઠી તાલુકાના વિવિધ ખેડૂત અગ્રણી શોકાતુર જોવા મળેલ.
દામનગરના મેમદા ધાર પાસે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે કમલેશભાઈ વસાણીએ માલગાડી નીચે શરીર પડતું મકી દેતા કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું મરણ જનારનું સાસરૂ દામનગર હોવાથી ખૂબ મોટી સંખ્યામાં પરિચિતો દામનગર સી એસ સી ખાતે ઉમટી પડ્યા હતાં.
દુષ્કાળ જેવી સ્થિતિમાં વધુ એક ખેડૂતે હતાશ થઈ આત્મહત્યા કરતા ખેડૂત વર્ગમાં નારાજગી જન્મી હતી દામનગર સિવિલ ખાતે ખેડૂત અગ્રણીઓમાં ભારે રોષ જોવો મળ્યો હતો લાઠી તાલુકાના કાચરડીના ખેડૂતે પાક નિષફળ જતા ટ્રેન નીચે ઝપલાવી આત્મહત્યા કરતા તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા અને દામનગર દામનગર માર્કેટ યાર્ડ ના ચેરમેન ભગવાનભાઈ નારોલા રામજીભાઈ ઇસામલિયા સહિત અનેકો ખેડૂતોએ સરકારને અપીલ કરતા નિવેદનમાં અમરેલી જિલ્લાની દુષ્કાળ ગ્રસ્ત સ્થિતિ અંગે ખેડૂત પ્રત્યે સહાય રૂપ બનવા માંગ કરી હતી.