અંધશ્રધ્ધામાંથી મુકત થવા સ્ત્રી કેળવણી જરૂરી

1154

કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી.ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હિરાની પરખ તો ઝવેરી જ કરી શકેને!

સ્ત્રીઓના ઉદાર માટે આજે સ્ત્રી કેળવણી મહત્વની છે સ્વામી દયાનંદે લખ્યું છે કે,એક પુરુષ શિક્ષિત અને સુસંસ્કૃત હોય તો માત્ર તે એકલો જ ઉપયોગી બને છે,પરતું એક સ્ત્રી શિક્ષિત,સમજદાર અને સુયોગ્ય હોય તો સમગ્ર કુટુંબ સુદ્દઢ બનાવે છે.

કોઈએ સરસ કહ્યું છે કે-મોગરાની મહેંક,ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં સમરસ થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે.”

બેટી પઢાવો’ અભિયાનના સમર્થનમાં અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના નવાણીયા ગામના વતની અને જીલ્લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠિવાલ અને અમરેલી જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબેન પી. કોઠિવાલની બંને પુત્રીઓએ સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ છે.

બેટીના જન્મને વધાવવાની સાથે-સાથે બેટીને ભણાવવાની પણ અત્યંત આવશ્યકતા છે. જ્ઞાનપ્રાપ્તિ કરનાર બેટીનો આત્મવિશ્વાસ મજબૂત થાય છે.પોતાનો અંગત પ્રશ્નો તેમજ પરિવારની મુશ્કેલીઓને આસાનીથી ઉકેલી શકે છે.રાષ્ટ્રના વિકાસમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી શકે છે.મહિલા સશક્તિકરણનાં આ યુગમાં બેટી ભણશે તો જાહેર જીવનમાં આવનારી આફતોનો સામનો કરી શકશે.કોઈને આધીન રહીને લાચાર તેમજ દયામણું જીવન જીવવાનું ત્યજીને શિક્ષણ પ્રાપ્ત કરનારી બેટી કુશળતાપૂર્વક પોતાનું જીવન જીવી શકે છે.આજ બેટી આગળ જતા જે પરિવારમાં લગ્ન કરીને જશે એ પરિવારને પણ સુસંસ્કૃત તેમજ સભ્ય બનાવવામાં તેમજ આવનારી પેઢીને સશક્ત તેમજ સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ બની શકશે. બેટી માત્ર ઘરના કામ કરવા માટે જન્મી નથી.તેનું કાર્યક્ષેત્ર ઘર પૂરતું સીમિત રાખીને તેની શક્તિઓને કુંઠિત કરવાનો અધિકાર કોઈને નથી. તેના પરિવારજનોને પણ નહિ વિશાળ ગગનમાં પાંખો પસારીને ઉડવા માંગતી દિકરીને કેદખાનામાં કેવી રીતે કેદ કરી શકાય ? દિકરા-દિકરીને સમાન અધિકાર પ્રાપ્ત થવા જોઈએ. સમયના બદલવાની સાથે-સાથે તાલમેલ મેળવીને બેટીને શિક્ષિત કરવી એ આજના યુગની માંગ છે.પ્રેમ અને હૂંફ આપીને બેટીને બચાવીને ભણાવવી એ આપણા સૌનું કર્તવ્ય છે.

હાલના સામાજિક દુષણો ડામવા,વહેમ અને અંધશ્રધ્ધામાંથી મુક્ત થવા સ્ત્રી કેળવણી જરૂરી છે. આજના યુગમા સ્ત્રી કેળવણી પામેલ હશે તો ૩૩% (ટકા) અનામતની જરૂર રહેશે નહિ. સમાજ સાચા અર્થમાં સમાજ બનશે.આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલ હશેતો સાક્ષરતા અભિયાનની જરૂર રહેશે નહિ,કારણકે બાળકો શરૂઆતની કેળવણી પોતાની માતા પાસેથી મેળવશે. સૃષ્ટિનું એક પણ ક્ષેત્ર આવું નથી કે જ્યાં સ્ત્રીઓને ડગ ન માંડ્યા હોય પુરુષોને શરમાવે એવા સિદ્ધિના સોપાનો સ્ત્રીઓને સર કર્યા હોય તો તે આજની કેળવણને આભારી છે.કેળવણી નાં કસબને કારણે જ આજના સમાજમાંથી કન્યાવિક્રય,બાળ લગ્ન અરે લાકડું વળગાડવાના દૂષણોનો  અંત આવ્યો છે.પુરૂષપ્રધાન સમાજમાં સ્ત્રી એ હવે પુરુષના હાથનું રમકડું રહ્યું નથી જેને ઘરની ચાર દીવાલોમાં પૂરી જેમ નાચાવવું હોય એમ નચાવીકે રમાડી શકે ?કારણ સ્ત્રી હવે પુરુષ સમોવડી બની છે.કેળવણી પામેલ સ્ત્રી આજના સમાજના અને રૂઢીચુસ્ત વર્ગના કરતૂતો બહાર પાડવા મેદાને પડી છે. અને તેની યશ કલગી કેળવણી છે. આમ આજના યુગમાં સ્ત્રી-કેળવણીનું અનેરું મહત્વ છે.જો સ્ત્રીઓને ઉચ્ચ કેળવણી આપવામાં આવેતો આપણને વધુ સમજદાર પુત્રીઓ,વધુ પ્રેમાળ પત્નીઓ અને વધુ સુશીલ માતાઓ મળી શકે તેમ છે અને તેઓજ વધુ સારા નાગરિકો ઘડી શકે જેમાં શંકાને સ્થાન નથી.  અંતમાં એટલું જ કહેવાનું કન્યા કેળવણીનો રથ દરેક દરેક મા બાપે ખેચવો જ પડશે. દિકરીઓને ભણાવવી પડશે.એની ચિંતા સમાજે કરવી પડશે.જો દીકરી ભણેતો તેના માતાપિતાનું ઘર અને સાસરિયાનું એમ બે ઘર તારી જાય છે.

આમ એક ઘરમાંથી બે-બે દિકરીઅઓએ પી.એચ.ડી. કરી બાબરા તાલુકો તેમજ સમાજનું ગૌરવ વધાર્યું છે.”બેટી બચાવો-બેટી પઢાવો” અભિયાનના સમર્થનમાં  તેમના માતા-પિતા રાજકારણમાં સતત વ્યસ્ત હોવાં છતાં ઉમદા ઉદાહર પૂરું પાડ્યું છે. તેમ પી.એન.ડી.ટી.ના અડવાઈઝરી કમિટીનાશ્રી ગોવિંદભાઈ ભેટારીયાએ જણાવેલ છે.

ડો.ક્રિષ્ના પી. કોઠિવાલ પી.એચ.ડી.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી મનો વિજ્ઞાન ભવનના વિધાર્થીની કોઠિવાલ ક્રિષ્ના પ્રભાતભાઈ સોશ્યલ સાઈટનો ઉપયોગ કરતા અને ન કરતા વ્યક્તિ ઓમાં કૌટુંબિક સમાયોજન, આવેગિક પરિવાકતા અને વ્યક્તિઓનો અભ્યાસ વિષય પર તૈયાર કરેલ મહાનિબંધને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી એ માન્ય રાખી પી.એચ.ડી. ની પદવી એનાયત કરેલ છે.

ડો. અર્ચના પી. કોઠિવાલ  પી.એચ.ડી.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી મનો વિજ્ઞાન ભવનના વિધાર્થીની કોઠિવાલ ક્રિષ્ના પ્રભાતભાઈ એ જેને સગા ભાઈ-બહેન હોય તેવા અને  જેને સગા ભાઈ-બહેન ન હોય તેવા વ્યક્તિઓમાં સામાજિક આવેગિક બુદ્ધિ અને મનોવિજ્ઞાન સુખાકારીનો અભ્યાસ વિષય પર મહાનિબંધને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ માન્ય રાખી પી.એચ.ડી.ની પદવી એનાયત કરેલ છે.

Previous articleપાક નિષ્ફળ જતા કાચરડીના ખેડુતે ટ્રેન નીચે ઝંપલાવી કરેલો આપઘાત
Next articleGPSC, PSI,, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે