હોનહાર અભિનેત્રી ફાતિમા સના શેખ હાલ તૂર્કીમાં પોતાની નિષ્ફળતા ભૂલવાના પ્રયાસેા કરી રહી હોવાની જાણકારી મળી હતી. આમિર ખાનની દંગલ ફિલ્મ સુપરહિટ નીવડતાં ફાતિમા રાતોરાત સ્ટાર બની ગઇ હતી. ત્યારબાદ આમિર ખાને યશ ચોપરાને સમજાવીને ફાતિમાની એન્ટ્રી ઠગ્સ ઑફ હિન્દુસ્તાનમાં કરાવી હતી.
એ સમયે દંગલની બીજી અભિનેત્રી સાન્યા મલ્હોત્રાને મિડિયાએ પ્રશ્ન કર્યો હતો કે તમારા કરતાં ફાતિમા ઘણી આગળ વધી રહી છે. તમને કેવું લાગે છે ? ત્યારે સાન્યાએ સ્વસ્થતાથી કહ્યું હતું કે મને એ લિસ્ટની કલાકાર બનવાની ઉતાવળ નથી. ફાતિમાની સફળતાથી મને આનંદ થાય છે. કુદરતને કરવું ને ફાતિમાની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન બોક્સ ઑફિસ પર ફ્લોપ નીવડી હતી જ્યારે સાન્યાએ કરેલી માત્ર ૨૫ કરોડના ખર્ચે બનેલી અને બી ગ્રેડના ગણાતા અભિનેતા આયુષમાનને હીરો તરીકે ચમકાવતી ફિલ્મ બધાઇ હો સુપરહિટ સાબિત થઇ હતી.