જેને કૉંગ્રેસ પસંદ હોય તેને ભગવાન રાહુલ ગાંધી જેવો દીકરો આપેઃ અનુપમ

1057

બોલીવુડનાં દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર તાજેતરમાં જ ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાનાં અધ્યક્ષ પદેથી રાજીનામુ આપીને ચર્ચામાં છે. હવે તેમની તરફથી ફૉરવર્ડ કરવામાં આવેલો એક મેસેજ ચર્ચામાં છે. આમાં તેઓ ચૂંટણી દરમિયાન પોતાના પારસ્પરિક સંબંધો ખરાબ ના કરવાની સલાહ આપે છે. તેમણે ફૉરવર્ડ કરેલા મેસેજમાં લખ્યું છે, ‘ચૂંટણીમાં પોતાના પારસ્પરિક સંબંધો ના બગાડશો. જેમને ભાજપા પસંદ છે તેમને ભગવાન નરેન્દ્ર મોદી જેવો દીકરો આપે અને જેમને કૉંગ્રેસ પસંદ છે તેમને રાહુલ જેવો.’ અનુપમ ખેરે લખ્યું છે કે, ‘કૃપા કરીને ફૉરવર્ડેડ મેસેજને અલગ રીતે ના લેતા. જેવો આવ્યો છે, તેવો જ પોસ્ટ કરી રહ્યો છું. આભાર.’

આ ટિ્‌વટને લઇને યૂઝર્સ અનુપમ ખેરને મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે, ‘આની પર એક જુનું ગીત યાદ આવી રહ્યું છે-સમજને વાલે સમજ ગએ, ના સમજે વો અનાડી હૈ.’ એક અન્ય યૂઝરે અનુપમ ખેર પર હાલની સરકારનો પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. કેટલાક લોકો ગંદી કમેન્ટ્‌સ પણ કરી રહ્યા છે. અનુપમ ખેરે ગત મહિનામાં પુણેમાં આવેલી ભારતીય ફિલ્મ અને ટેલીવિઝન સંસ્થાનાં અધ્યક્ષ પદથી પોતાની નિયુક્તિનાં એક વર્ષ પછી રાજીનામુ આપ્યું હતુ. આ પાછળનું કારણ તેમણે પોતાના ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્‌સ માટે પોતાનું કમેટમેન્ટ ગણાવ્યું હતુ.

Previous articleશર્મન જોશી ’બારિશ’થી ડિજિટલ પ્લેટફોર્મ પર હાથ અજમાવશે
Next articleભારત-ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો