ભારત-ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો

840

ભારત અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ ડ્રો થઇ છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા ૩૫૮ રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં ૫૪૪ રન બનાવ્યા હતા. ભારતીય ટીમે બીજી ઇનિંગમાં ૨ વિકેટ ગુમાવી ૨૧૧ રન બનાવ્યા હતા. હવે ૬ ડિસેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.

ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખરાબ પ્રદર્શનને કારણે ટેસ્ટ ટીમમાંથી બહાર થયેલા ઓપનર મુરલી વિજય ફોર્મમાં પરત ફર્યો છે. મુરલી વિજયે પ્રેક્ટિસ મેચમાં આક્રમક સદી ફટકારી હતી. વિજયે ૧૨૯ રન બનાવ્યા હતા.પોતાની ઇનિંગ દરમિયાન ૧૬ ફોર અને ૫ સિક્સર ફટકારી હતી. વિજયે પ્રેક્ટિસ મેચમાં એક જ ઓવરમાં ૨૬ રન ફટકાર્યા હતા. જેમાં ૨ સિક્સર, ૩ ફોર અને એક ૨ રન સામેલ હતા.પૃથ્વી શૉ ઇજાગ્રસ્ત થયા બાદ મુરલી વિજય હવે પ્રથમ ટેસ્ટ માટે ઓપનર તરીકે કન્ફોર્મ થઇ ગયો છે. વિજયના સાથી ઓપનર તરીકે કોચ રવિ શાસ્ત્રી રોહિત શર્મા પાસે ઓપન કરાવવા માંગે છે. જોકે, લોકેશ રાહુલ પ્રથમ ઇનિંગમાં ફ્લોપ (૩ રન) રહ્યાં બાદ બીજી ઇનિંગમાં ૬૨ રન બનાવતા હવે ત જ ઓપનિંગ કરી શકે છે. આ રીતે ભારતીય ટીમની ઓપનિંગ જોડી કન્ફોર્મ થઇ ગઇ છે. ભારતીય ટીમની બોલિંગ નબળી જોવા મળી હતી. ભારતના ૧૦ બોલરોએ બોલિંગમાં હાથ અજમાવ્યો હતો. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ પણ બોલિંગ કરી હતી. વિરાટ કોહલીએ ૭ ઓવરનાખી ૧ વિકેટ પણ ઝડપી હતી. વિરાટ કોહલીએ વિકેટ ઝડપ્યા બાદ શાનદાર ઉજવણી કરી હતી. વિરાટની ઉજવણી જોઇ આઉટ થયેલા બેટ્‌સમેને પણ તેને શુભેચ્છા આપી હતી.

Previous articleજેને કૉંગ્રેસ પસંદ હોય તેને ભગવાન રાહુલ ગાંધી જેવો દીકરો આપેઃ અનુપમ
Next articleઓસ્ટ્રેલિયામાં ૨-૧થી શ્રેણી જીતશે ટીમ ઇન્ડિયાઃ કુંબલે