૫૭.૦૪ કરોડનો ટેક્સ ભરી ધોની બન્યો ઝારખંડનો સૌથી મોટો કરદાતા

891

ભારતનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની એક મહિનાથી ક્રિકેટના મેદાનથી દૂર છે. ક્રિકેટ, ફૂટબોલ અને શૂટિંગ બાદ ધોનીએ રાંચીમાં લૉન ટેનિસમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. તેમાં તે ડબલ્સમાં ફાઇનલ મેચ જીતી ગયો છે. બીજી તરફ ઝારખંડમાં વ્યક્તિગત રીતે સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ પણ બની ગયો છે. ધોનીએ ૫૭.૦૪ કરોડનો ટેક્સ ભર્યો હતો.

મુંબઇમાં કંટ્રી ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. લૉન ટેનિસની આ સ્પર્ધાની ફાઇનલમાં ધોની-સુમિતની જોડીએ કન્હૈયા અને રોહિતની જોડી સામે મેન્સ ડબલ્સની ફાઇનલમાં જીત મેળવી હતી. આ પ્રસંગે ઝારખંડ ઓલિમ્પિક ફેડરેશનના સહસચિવ સંજય પાંડેનું કહેવુ છે કે રમત પ્રત્યે ધોનીનું જૂનુન છે, માટે તે કોઇ એક રમત સાથે બંધાયેલો નથી. ફાઇનલ મુકાબલામાં સીધા સેટમાં ૬-૩,૬-૩થી હરાવ્યા હતા.

મહેન્દ્રસિંહ ધોનીએ ૨૦૧૭-૧૮માં ૫૭.૦૪ કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. આયકર વિભાગે આયકર મંથન ૨૦૧૮ કાર્યક્રમમાં સૌથી વધુ ટેક્સ ભરનારા નવ લોકોને સન્માનિત કર્યા હતા. સાથે જ વિભાગે ઉત્કૃષ્ટ કામ કરનારા ૭૫ અધિકારી અને કર્મચારીઓનું પણ સન્માન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ધોની હાજર ન હતો. તે ક્રિકેટ કંટ્રી ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટ રમવા મુંબઇ ગયો હતો. ટેક્સ આપવા મામલે બીજા નંબર પર રાંચીના બિઝનેસમેન નંદકિશોર અને ત્રીજા નંબરે અન્ય એક બિઝનેસમેન શંકર પ્રસાદ છે.

Previous articleઓસ્ટ્રેલિયામાં ૨-૧થી શ્રેણી જીતશે ટીમ ઇન્ડિયાઃ કુંબલે
Next articleટેસ્ટમાં ૪૦૦૦ રન બનાવનાર મુશફિકુર રહીમ બીજો બાંગ્લાદેશી બેટ્‌સમેન