રાજુલા ૯૮ વિધાનસભા જનવિકલ્પ પાર્ટીના ઉમેદવાર કસુભાઈ વરૂએ પોતાની કાઠી જ્ઞાતિને ભાજપ કે કોંગ્રેસ પક્ષોએ ટીકીટ ન આપી કરેલ ઘોર અન્યાયના પગલે શંકરસિંહ પ્રેરીત જનવિકલ્પ પાર્ટીની ઉમેદવારી ફોર્મ ભરવા સર્વજ્ઞાતિના સમર્થન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.
રાજુલા ૯૮ વિધાનસભામાં ત્રિપાંખીયો જંગ છેડાશે કારણ કાઠી ક્ષત્રિય સમાજને કોંગ્રેસ કે ભાજપ પક્ષે ધારાસભાની ટીકીટ બાબતે કરેલ અન્યાયના પગલે શંકરસિંહના પક્ષનો મુખ્ય હેતુ રોટી, રહેણાંક અને રોજગારના ઉદ્દેશ સાથેના પક્ષમાંથી કસુભાઈ બાવકુભાઈ વરૂએ પોતાની ઉમેદવારી સર્વ જ્ઞાતિને સાથે રાખી ધારાસભ્ય પદનું ફોર્મ ભરવા મનુભાઈ બચુભાઈ ધાખડા, હરેશભાઈ ભાભલુભાઈ વરૂ, બકુલભાઈ પટેલ વાવડી, ઈમરાનભાઈ ઘાંચી સમાજ પ્રમુખ હમીરભાઈ ટપુભાઈ ગોહિલ, બાબુભાઈ આતુભાઈ, મનુભાઈ કાંધામળા ભચાદર, ભગુભાઈ તેરૈયા, બ્રહ્મસમાજ પ્રમુખ પ્રતાપભાઈ ભેરૂભાઈ વરૂ સહિત ૧ કિલોમીટર જેટલી જનમેદની મોટરસાયકલ ફોરવ્હીલોના કાફલા સાથે સર્વજ્ઞાતિ આગેવાનો સાથે ઉમેદવારી નોંધાવી હતી.