‘ભારત એક વૈવિધ્યપૂર્ણ રાષ્ટ્ર છે અને આ વિવિધતા આપણી કમજારી નહી તાકાત બનવી જાઈએ. ગુજરાત વિકસિત રાજય હોવા સાથે મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે જેમણે હિંસાનો ભાવ દૂર કરી શાંતિ અને અહિંસાનો સંદેશ આપ્યો હતો. ગુજરાતના તમારો અનુભવ સાથે મહાત્મા ગાંધીના આ સંદેશને પણ ત્યાં પ્રસરાવજા.’ આ શબ્દો ગુજરાતના રાજયપાલ ઓમપ્રકાશ કોહલીએ આજે ગાંધીનગરના મહેમાન બનેલા ૧૩૨ કાશ્મિરી યુવાનોને કહ્યા હતા. આ સાથે કાશ્મિરી યુવાનોએ પણ હુંફાળો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ‘અમે પાંચ દિવસમાં અમારા કાશ્મિરને ભુલી ગયા છીએ તેટલો પ્રેમ અમને મળ્યો છે.’
‘વતન કો જાનો’ કાર્યક્રમ અંતર્ગત કાશ્મિર યુથ એકસચેન્જના ૧૩૨ યુવાનો છેલ્લા એક સપ્તાહથી યુથ હોસ્ટેલ ખાતે મહેમાન બન્યા છે અને નહેરુ યુવા કેન્દ્ર સાથે મળીને ગુજરાતને ઓળખવા પ્રયાસ કરી રહ્યા છે. આજે આ યુવાનોએ રાજયપાલની મુલાકાત લીધી હતી.
રાજયપાલ ઓ.પી. કોહલીએ કાશ્મિરી યુવાનો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘કોઈ કાશ્મિરી પ્રત્યે ભારતના કોઈ નાગરિકને ઘૃણા નથી, કેટલાક મુઠ્ઠીભર આતંકવાદીઓ બહારની તાકાતના જારે કાશ્મિરમાં અશાંતિ ફેલાવે છે અને તેનુ નુકશાન સમગ્ર દશને ભોગવવું પડે છે તેથી કાશ્મિરમાં આ સમસ્યાનું સમાધાન કેવી રીત થાય તે તમારે વિચારવાનું છે.’ રાજયપાલે આ સાથે ગુજરાતના વિકાસ તથા રાજયની શાંતિની પણ પ્રસંશા કરી હતી અને યુવાનોને ગુજરાતના વિકાસ મોડલને સમજવા વધુ સમય લઈને અહીં આવવા આહવાન કર્યું હતું. તેમણે યુવાનોને પોતાના અનુભવો લખવા માટે શીખ આપી હતી.
કાશ્મિરી યુવાનોએ રાજયપાલ સમક્ષ કાશ્મિરમાં પ્રવર્તી રહેલ અશાંતિ થતાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અંગે દર્દ ઠાલવ્યું હતું અને તેઓ પણ ગુજરાત જેવી શાંતિ અને વિકાસ ઝંખી રહ્યા હોવાની લાગણી વ્યકત કરી હતી. આ સાથે તેમણે કબૂલ્યું હતું કે અહીં આવતા પહેલા ગુજરાત વિશે તેમના મનમાં ઘણી ગેરમાન્યતાઓ હતી પરંતુ અહીં આવ્યા પછી તે દૂર થઈ છે અને ગુજરાતના પ્રેમભાવથી તેઓ ગદગદિત થયા છે તેથી ગુજરાતી યુવાનો પણ કાશ્મિર આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. તેમણે દેશના નાગરિકો તરફથી કાશ્મિરીઓ પ્રત્યે હમદર્દીની ઝંખના વ્યકત કરી હતી.