દેવામાં ડુબી ગયેલી ફાઇનાન્સ કંપની ૈંન્શ્હ્લજી ને બચાવવા માટે સરકારે નાણા આપવાનો સૈધાન્તિક નિર્ણય કર્યો છે ત્યારે આ નિર્ણયના વિરુદ્ધમાં પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો.
સુરેશ મહેતાએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર ૈંન્શ્હ્લજી કંપનીને ગીફ્ટ સીટીના સંદર્ભે નાણા આપવા માગે છે. ગીફ્ટ સીટી પહેલાથી જ શંકાસ્પદ રહ્યું છે.
ત્યારે સરકારને માંદી કંપનીમાં પ્રજાના પૈસા ડુબાડવાનો અધિકાર નથી. આ એક ખૂબ ગંભીર બાબત છે. મહત્વનું છે કે, આ મામલે સુરેશ મહેતાએ રાજ્યપાલને પણ પત્ર લખીને અવગત કર્યા હતા.