ડાર્કઝોનમાં ટપક સિંચાઈ વગર પણ વીજ કનેકશન આપવા નિર્ણય

954

ગુજરાત સરકારે ખેડૂતોના હિત માટે અછતના સંદર્ભમાં વધુ એક ખેડૂત હિતકારી નિર્ણય લીધો છે. ગુજરાત ડાર્ક ઝોનમાં સમાવિષ્ટ ૫૭ તાલુકાઓમાં હવે ખેડૂતોએ કૃષિ વિષયક જોડાણ મેળવવા માટે ડ્રીપ કે સ્પીન્કલર પદ્ધતિ (ટપક-ફુવારા પદ્ધતિ) ફરજીયાતપણે અપનાવાનું રહેશે નહીં

ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્ય સરકારે ભૂગર્ભ જળ સ્તર નીચા જતા હોવાની સ્થિતિના લીધે રાજ્યના ૫૭ તાલુકાઓમાં ડાર્કઝોન જાહેર કર્યો હતો. તદઉપરાંત જે ખેડૂતો કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માંગા હોય તેમને ફરજીયાતપણે સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિ અપનાવાની રહેતી હતી. પરંતુ આ વર્ષે ચોમાસામાં અપૂરતા વરસાદના લીધે સર્જાયેલી અછતની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રી એ સુક્ષ્ય સિંચાઇ પદ્ધતિ અપનાવાની જોગવાઇ અન્ય જાહેરાત ના થાય ત્યાં સુધી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે બીજો એ નિર્ણય લીધો છે કે સરકારે મગ અને અડદની ખરીદીની ટેકાના ભાવે ખરીદીનો પણ શુભારંભ કર્યો છે. વેચાણ આપવા ઈચ્છતા ખેડૂતોએ ૧૦મી ડિસેમ્બરથી રાજ્યના મગના ૩૪ છઁસ્ઝ્ર કેન્દ્રો અને અડદ માટે ૫૮ છઁસ્ઝ્ર કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી થઈ શકશે. ૨૪ ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે ખરીદી થઈ શકશે. સરકારની ટેકાના ભાવે આજથી અડદ અને મગ ની ખરીદી માટેનું રજીસ્ટેશન કરાશે. મગફળીના કામકાજ માં જોતરાયેલા કર્મચારીઓ રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરશે. અડદ અને મગ એક બારદાનમાં ૫૦ કિલો ભરવામાં આવશે. અડદ ૧૩૯૫ અને મગ ૧૧૨૦ રૂ ટેકાના ભાવે ખરીદી કરાશે.

Previous articleપ્રજાના પૈસા ડુબાડવાનો અધિકાર નથી : સુરેશ મહેતાનો સીએમને પત્ર
Next articleગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં મોટો ભૂકંપ સર્જાવાની શક્યતાઓ