સુરતના યોગગુરૂનો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં સાધકો પર કર્યા આક્ષેપ

1015

કામરેજના ધોરણ પરડીમાં આશ્રમ યોગગુરુ કયો આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ યોગ ગુરુ દ્વારા સત્યમ ફાઉન્ડેશન યોગ ધામ ચલાવે છે. આ યોગ ગુરૂએ કપાસના પાકમાં છાટવામાં આવેતી મોનો કોટાની દવાપી લઈને કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ યોગ ગુરુએ આપઘાતનો પ્રયાસ કર્યા પહેલા ૭ પેજની સુસાઇટનોટ લખી છે. અને તેના સાધકો પર પ્રહારો કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે યોગગુરૂ પ્રદીપજી લોકોને યોગ શીખવાડે છે. અને લોકોને શાંતિ અને રોગમુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યોગગુરૂએ આપઘાત કરતા પહેલા સાત પાનની સ્યૂસાઇડ નોટ લખી છે. જેમાં સાઘકો તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ કરી છે. તેમણે આ નોટમાં દસ સાધકોનાં નામ પણ લખ્યાં છે. તેમણે સાધકોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કર્યો છે.

યોગગુરૂએ નોટમાં લખ્યું છે કે, તેમના ચારિત્ર્ય પર પણ શંકા પણ કરવામાં આવી છે. તેમણે લખ્યું છે કે, ’આ વિદ્‌ન સંતોષી સાધકોએ મને અને મારા ધર્મપત્ની ક્રિષ્ણાજીને બદનામ કરવા માટે ચારિત્ર્યની અભદ્ર વાતો કરવા લાગ્યા હતાં.

યોગગુરૂનો એક વીડિયો પણ હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાના સાધકો સાથે બેસીને આપેલા પૈસા પર વાદવિવાદ કરી રહ્યાં છે.

Previous articleગાંધીનગરની ૧-૧ સહિત ૧૧ ટી.પી. સ્કીમ પાસ કરાઈ
Next articleગુજરાતી NRIએ કરોડોની જમીન મુંબઇ- અમદાવાદ બુલેટ ટ્રેન માટે આપી દીધી