રાજુલા, ૯૮ વિધાનસભા કોંગ્રેસપક્ષના યુવાન અંબરીષડેરે કોમી એકતા સાથે દબદબાભેર ઉમેદવારી પત્ર ભર્યુ હતું. કોંગ્રેસના ૧૪ દાવેદારો અંતર કલહ છોડી એક મંચ પર આવેલ.
રાજુલા ૯૮ વિધાનસભા કોંગ્રેસપક્ષના યુવાન અને સર્વજ્ઞાતિ અને કોમી એકતાના સમર્થક એવા અંબરીષભાઈ ડેરે ઉમેદવારી પત્ર ભરવા રાજુલા જાફરાબાદ ખાંભાના સર્વજ્ઞાતિના આગેવાનો તેમજ ધારાસભાની ઉમેદવારીમાં ૫૭૦૦૦ હજાર મતો ભાજપના જુવાળમાં લાવનાર અને આ વખતે પણ ધારાસભા પદનાં પ્રબળ દાવેદાર સ્વેચ્છાએ જતી કરી બાબુભાઈ રામ માજી રાજુલા તાલુકા પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા ઉદ્યોગપતિ દાનાભાઈ ફાફડાવાલા નિવૃત ડીવાયએસપી હડીયા સાહેબ, માજી તાલુકા પ્રમુખ બાબુભાઈ જાળોધરા, કોંગ્રેસ માજી તાલુકા પ્રમુખ અને કોળી સમાજ અગ્રણી પ્રવિણભાઈ બારૈયા, દિપકભાઈ ત્રિવેદી, ચેતનભાઈ વ્યાસ, પ્રજાપતિ સમાજ તેમજ મુસ્લીમ સમાજના આગેવાન બાબાજણભાઈ તેમજ અબ્દુલભાઈ સેલોત તથા દલીત સમાજના આગેવાન કીશોરભાઈ ધાખડા સાથે બહોળી સંખ્યામાં કોટેશ્વર મંદિર સુધી કાર, મોટર સાયકલ સાથે રાજુલાની આહીર સમાજ વાડીથી રાજુલાના રાજમાર્ગો પરથી દેવદર્શન કરી કોટેશ્વર મહાદેવને શીશ નમાવી ડેપ્યુટી કલેકટર ડાભીને છત્રજીતભાઈ ધાખડા શહેર પ્રમુખ સાથે ઉમેદવારી પત્ર રજુ કરેલ.