કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ઉદયપુરમાં ચૂંટણી સભાને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક જેવા લશ્કરી નિર્ણયોને પણ રાજકીય સંપત્તિ બનાવી દીધા છે. આજ કામ અગાઉની મનમોહનસિંહ સરકારના ગાળામાં ત્રણ વખત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, મોદીએ સેનાના અધિકાર ક્ષેત્રમાં ઘુસણખોરી કરીને તેમની સર્જિકલ સ્ટ્રાઇકને રાજકીય સંપત્તિમાં બદલી દીધી છે જ્યારે હકીકતમાં એક લશ્કરી નિર્ણય હતો. ઉદયપુરના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં હાર સામે દેખાઈ ત્યારે મોદીએ લશ્કરી સંપત્તિના નિર્ણયને રાજકીય સંપત્તિમાં ફેરવી દીધો હતો. ભાષણમાં ભાજપ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, મનમોહનસિંહ સરકારના ગાળામાં ત્રણ વખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી.
અમે લશ્કરી મામલાને સેનાની સાંભળીએ છીએ. તેમની વાતમાં વિશ્વાસ કરીએ છીએ જ્યારે રાજકીય મામલાઓમાં તેને પ્રવેશ કરવા દેતા નથી પરંતુ વડાપ્રધાને સેનાના અધિકાર ક્ષેત્રમાં ઘુસણખોરી કરીને તેમની સર્જિકલ સ્ટ્રાઇકને રાજકીય સંપત્તિમાં ફેરવી કાઢી છે. હકીકતમાં એક લશ્કરી નિર્ણય હતો. ગાંધીએ કહ્યું હતું કે, મોદીને એવું લાગે છે કે, દુનિયામાં તમામ જ્ઞાન તેમની પાસે જ આવે છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, બેંકોને બાકી દેવાને લઇને પણ ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. યુપીએ જ્યારે સત્તામાંથી બહાર નિકળી ત્યારે એનપીએનો આંકડો બે લાખ કરોડ હતો જે આજે ચાર વર્ષમાં વધીને ૧૨ લાખ કરોડ થઇ ગયો છે. નોટબંધી ઉપર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, આનાથી નાના કારોબારીઓ અને દુકાનદારોની કમર તુટી ગઈ હતી. નોટબંધી અને જીએસટીના કારણો લોકો ભારે પરેશાન થયા હતા. રાહુલે આજે ઉદયપુર ઉપરાંત ભીલવાડામાં પણ આક્રમક પ્રચાર કર્યો હતો. અહીં રાહુલ ગાંધી બેરોજગારી અને નોટબંધીના મુદ્દા ઉઠાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, દેશમાં વધતી બેરોજગારી માટે તેમની નીતિઓ જવાબદાર છે. જીએસટી અને નોટબંધીના પરિણામે લાખો લોકો બેરોજગાર થયા છે. રાહુલ ગાંધીએ થોડાક દિવસ પહેલા જ રાજસ્થાન યુવાનો દ્વારા કથિતરીતે બેરોજગારીથી પરેશાન થઇને એક સાથે આત્મહત્યા કરવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે, આ ચાર યુવાનોએ આત્મહત્યા કરીને મુખ્યમંત્રી વસુંધરા રાજે અને મોદીને સંદેશ આપ્યો છે કે, અમે ભારતીયોને નોકરી આપી શક્યા નથી. અમારા માટે હવે દેશમાં ભવિષ્ય રહેતું નથી. રોજગારીનો મુદ્દો જોરદારરીતે ઉઠાવ્યો હતો. રાહુલે કહ્યું હતું કે, રોજગારનો મુદ્દો સૌથી મહત્વપૂર્ણ બની ગયો છે. રાહુલે હિન્દુસ્તાનની સામે રાજસ્થાનની સામે બે મોટી સમસ્યા હોવાની વાત કરી હતી જેમાં યુવાનોને રોજગારી અને ખેડૂતોને સારા ભવિષ્ય ટકાવવાની વાતનો સમાવેશ થાય છે. આ બંને કામ દેશ સામે પડકાર સમાન છે. તેમની સરકાર આ મુદ્દા ઉપર ધ્યાન આપશે. ખેડૂતોની લોન માફી, તમામને મફત ઇલાજ આપવામાં આવશે. સભાને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટે પણ સંબોધન કર્યું હતું.