રાજુલા તાલુકા કોંગ્રેસના પ્રમુખ પીઠાભાઈ નકુમ ભાજપમાં જોડાયા

803
guj23112017-2.jpg

રાજુલા-જાફરાબાદ બેઠક માટે કોંગ્રેસ પક્ષના ચૂંટણી માટે પ્રબળ દાવેદાર ગણાતા એવા રાજુલા તાલુકા કોંગ્રેસના પ્રમુખ પીઠાભાઈ ખોડાભાઈ નકુમને પક્ષે ટિકીટ ન આપતા નારાજ થઈને આજે મોડીસાંજે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. જેને ભાજપના ઉમેદવાર હીરાભાઈ સોલંકી સહિત આગેવાનોએ કેસરીયો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું. પીઠાભાઈ નકુમ ભાજપમાં જોડાતા કોંગ્રેસ પક્ષમાં ચક્ચાર મચી જવા પામી છે.

Previous article રાજુલા બેઠક માટે કોંગ્રેસનાં અંબરીશ ડેરે ઉમેદવારી કરી
Next articleજનતા અમારી હાઇકમાન્ડ અને સરકાર જનતાની હશે : વાઘેલા