અલાસ્કામાં દક્ષિણ કેનાઈ દ્વીપમાં ૭.૦ની તીવ્રતાવાળો શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ સુનામી એલર્ટ જારી કરાઈ છે. ‘નેશનલ ઓશિયેનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન’ એ આ જાણકારી આપી છે. જોકે થોડા સમય બાદ આ ચેતવણી રદ કરી દેવાઈ હતી. એજન્સીને યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમના બુલેટિનમાં કહેવાયું હતું કે ઉત્તરીય અમેરિકામાં અન્ય અમેરિકી અને કેનેડાઈ પ્રશાંત તટીય ક્ષેત્રો માટે સુનામીના ખતરાના સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
પ્રશાંત મહાસાગર સુનામી ચેતવણી કેન્દ્રએ કહ્યું કે હવાઈ દ્વીપને કોઈ ખતરો નથી. ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ મુજબ વિનાશકારી ભૂકંપ બાદ અધિકારીઓએ અલાસ્કામાં જારી કરાયેલી સુનામી એલર્ટની ચેતવણીને રદ કરી દેવાઈ છે.
અલાસ્કાનો દક્ષિણી કેનાઈ પ્રાયદ્વીપ ૭.૦ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ હલબલી ગયું હતું. આ ભૂકંપ એટલો વિનાશકારી હતો કે જમીનમાં તિરાડો પડી ગઈ. લોકો આમથી તેમ ભાગવા લાગ્યા. ઘરોમાં રાખેલો સામાન ઊલટપુલટ થઈ ગયો. ભૂકંપ એટલો ખતરનાક હતો કે ત્યાર બાદ ૪૦થી વધુ વાર ધરતી હલી હતી.
ભૂકંપથી ઘણી બધી ગાડીઓ ક્ષતિગ્રસ્ત થઈ હતી. તબાહીની હાલત એવી ગંભીર હતી કે લોકો ડરી ગયા. ભૂકંપ સ્થાનિક સમય મુજબ ૮.૨૯ વાગ્યે નોંધાયો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા કૂટેજમાં સુપર માર્કેટમાં કબાટો અને જમીન પર વિખરાયેલો સામાન જોવા મળે છે.
લગભગ ૧૦,૦૦૦ લોકોએ અંધારામાં રાત વિતાવી. ભૂકંપ બાદ ઘણી ઈમારતો ધ્વસ્ત થઈ હતી. લગભગ ત્રણ લાખ લોકો આસપાસના ક્ષેત્રમાં અને એક લાખ લોકો એન્કોરેજમાં રહે છે.